Home / Gujarat / Vadodara : Student dies after being hit by tempo driver

Vadodra news: વાઘોડિયા ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના, ટેમ્પો ચાલકની ટક્કરથી વિદ્યાર્થીનીનું મોત

Vadodra news: વાઘોડિયા ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના, ટેમ્પો ચાલકની ટક્કરથી વિદ્યાર્થીનીનું મોત

વડોદરા સહિત રાજ્યભરમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં 3 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. લોકો હજું વડોદરાના રક્ષિત ચોરાસિયા કેસને ભૂલ્યા નથી. ત્યાં તો એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વાઘોડિયા ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના

મંગળવારે સવારે વડોદરાના વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ટેમ્પો ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. 

વિદ્યાર્થીનીને ટેમ્પો ચાલકે મારી ટક્કર

વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ પાસે ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એક્ટિવા લઇને કોલેજ જઇ રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પો ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. મૈત્રી નરેન્દ્રકુમાર શાહ ખાનગી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતી હતી. 

Related News

Icon