Valsad News: વલસાડ તાલુકાના પંચલાઈ ગામે વરસાદના પાણીમાં રસ્તા ગરકાવ થઈ ગયા છે. ખાડીના પાણી રોડ પર ફરી વળતા ગામ લોકો અટવાયા છે. શાળાએ જતા બાળકોને વાન ચાલકો અને વાલીઓએ ઉચકીને ખાડી ક્રોસ કરવી પડી હતી. પાંચલાઈ ગામે ટેકરી ફળિયા નજીક ખાડીના પાણી ફરી વળ્યા હતા. લોકોએ બાળકોને ખભે ઉઠાવીને ખાડી ક્રોસ કરી હતી. ભારે વરસાદને લીધે પાંચલાઈ ગામે પાણી ભરાયા હતા.