
Operation Sindoorમાં 9 આતંકી અડ્ડાઓના નષ્ટ થવા અને 100થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા બાદ પાકિસ્તાન બેબાકળુ બની ગયું છે. પાકિસ્તાને ભારતના 15 સ્થળો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતે જવાબમાં લાહોર સહિતના 9 સ્થળો પર ડ્રોન હુમલા કર્યા હતા જેમાં લાહોરમાં સ્થિત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી નાખી હતી. વિદેશ મંત્રાલયે આ ઘટનાને લઇને પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પુરાવા રજૂ કરી પાકિસ્તાનની પોલ ખોલી નાખી હતી.
PAKએ ફરી ઉકસાવ્યા તો જડબાતોડ જવાબ આપીશું: વિક્રમ મિસરી
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યુ નીલમ-ઝેલમ બંધ પરિયોજનાને નિશાન બનાવવાના આરોપ ખોટા છે અને પાયા વિહોણા છે. ભારતે માત્ર આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવ્યા છે. જો આ ભારતીય પાયાના ઢાંચાને નિશાન બનાવવાનું બહાનું છે તો ભારતની પ્રતિક્રિયાના પરિણામ માટે પાકિસ્તાન જવાબદાર હશે.
અમે માત્ર આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો: વિક્રમ મિસરી
વિદેશ સચિવે પાકિસ્તાનની તે દલીલને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે 7 મેએ ભારતીય હુમલામાં માત્ર નાગરિકોના જ મોત થયા છે. વિક્રમ મિસરીએ કહ્યું કે અમારૂ નિશાન માત્ર આતંકીઓના ઠેકાણા જ હતા. અહીં સુધી કે તે જનાજા પણ જ્યાં આતંકીઓને સન્માન સાથે વિદાય આપવામાં આવે છે.
https://twitter.com/PIB_India/status/1920452521090314694
પાકિસ્તાનની આતંકની નીતિને ઓળખો, વિદેશ સચિવની વિશ્વ સમુદાયને અપીલ
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વિશ્વ સમુદાયને અપીલ કરતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તે પાકિસ્તાનની આતંકની નીતિને ઓળખે અને તેના પર કડક પગલા ભરે. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. વિશ્વભરમાં કેટલાક આતંકી હુમલામાં તેના સામેલ હોવાના પુરાવા મળ્યા છે.
પાકિસ્તાન પ્રોપગેન્ડા ફેલાવે છે, દરેક ધર્મના લોકોએ PAKની ટીકા કરી- વિદેશ સચિવ
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે ભારતની કાર્યવાહી માત્ર આતંકવાદના ઢાંચાને ધ્વસ્ત કરવા સુધી જ સીમિત હતી, અમે નાગરિકો કે સૈન્ય પ્રતિષ્ઠાનો પર નહીં પણ માત્ર આતંકીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. વિદેશ સચિવે કહ્યું કે, પાકિસ્તાનના સૂચના મંત્રી દ્વારા એમ કહેવું કે અમારે ત્યાં કોઇ આતકી નથી, પુરી રીતે જૂઠ અને ભ્રામક છે. પાકિસ્તાન આજે પણ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. ઓસામા બિન લાદેન ત્યા જ મળ્યો અને પાકિસ્તાને તેને શહીદ કહ્યો હતો. પાકિસ્તાનની સંયુક્ત તપાસની રજૂઆત ફરી એક વખત સમય ખેચવા અને ખુદને બચાવવાની રણનીતિ છે. ભારતે 26/11 અને પઠાણકોટ જેવા હુમલાની તપાસમાં સહયોગ કર્યો પરંતુ પાકિસ્તાને તેના પર કોઇ કાર્યવાહી કરી નહતી. મુંબઇ હુમલાના વિસ્તૃત પુરાવા છતા કોઇ કાર્યવાહી થઇ નહતી. પઠાણકોટ હુમલામાં પણ પાકિસ્તાનની ટીમને DNA વિશ્લેષણ, આતંકી સંગઠનો પદાધિકારીઓની જાણકારી આપવામાં આવી પરંતુ છતા પણ કોઇ પ્રગતિ થઇ નહતી.
પાકિસ્તાન હંમેશા આતંકીઓને બચાવે છે- વિક્રમ મિસરી
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે સરહદ પારથી અમારા વિરૂદ્ધ ઘણી ખોટી સૂચનાઓ આપવામાં આવી છે, કેટલીક વાતો ધ્યાનમાં રાખવા લાયક છે જેમાં તણાવ વધારવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે પરંતુ પ્રથમ વાત આ છે કે પહેલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પ્રથમ કારણ છે, ભારતીય સેનાએ તેનો જવાબ આપ્યો છે. TRF ગ્રુપ લશ્કર-એ-તૈયબાનો મોરચો છે જેને પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી. અમે આ ઘટનામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને તમામ જાણકારી આપી રહ્યાં છીએ. વિક્રમ મિસરીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે જ્યારે UNSCના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાત કરવામાં આવી તો માત્ર પાકિસ્તાને જ તેનો વિરોધ કર્યો હતો અને નામ હટાવડાવ્યું હતું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ તે આતંકી ગ્રુપોને ઢાલ અને સમર્થન આપી રહ્યું છે.