રિલ બનાવવા માટે અને વ્યૂ મેળવવા માટે લોકો કોઈપણ હદે જઈ શકે છે, રાજસ્થાનના ભરતપુર એક ખતરનાક વીડિયો સામે આવ્યો છે. અહી એક દંપતી રિલ બનાવવા માટે પોતાની દીકરીનો જીવ જોખમમાં મૂકી દીધો હતો.
હાલમાં વરસાદની સિઝનમાં ડેમમાં પાણીનો જોરદાર પ્રવાહ છે. તે જ સમયે, લોકો ભરતપુર જિલ્લાના સૌથી મોટા ડેમ, બરેથાની મુલાકાત લેવા માટે પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અહીં મુલાકાત લેવા આવેલા માતાપિતાએ તેમની નાની છોકરીને જિલ્લાના સૌથી મોટા ડેમ પર બે સળિયા પર બેસાડી. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં એક પુરુષ અને સ્ત્રી તેમની સગીર પુત્રીને ડેમની રેલિંગ પર નીચે ઉતારતા જોવા મળે છે. એક નાની ભૂલને કારણે છોકરી ડેમના ઊંડા પાણીમાં પડી પણ શકે છે.
ઉમાશંકર નામના ID પરથી આ ખતરનાક રીલ વાયરલ થઈ છે. વીડિયો જોયા પછી, તમે સમજી શકશો કે વહીવટી તંત્રની અપીલ લોકોને અસર કરી રહી નથી. માત્ર 3 દિવસ પહેલા, જિલ્લા કલેક્ટર કમર ચૌધરીએ લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને ડેમ અને તળાવોથી દૂર રહેવાની અપીલ કરી હતી.
આજકાલ ડેમમાં પાણીનો જોરદાર પ્રવાહ હોવા છતાં વહીવટીતંત્રે પ્રવાસીઓની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરી નથી. લોકો વહીવટીતંત્ર પાસેથી માંગ કરી રહ્યા છે કે ડેમ પર પુલ બનાવવામાં આવે.