
ગુજરાતની જાણીતી મહિલા કલાકારનો અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કરવાનો દ્વારકા જિલ્લામાં ગુનો નોંધાયો હતો. જેમાં સાયબર ક્રાઈમની ટીમે સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી સાત જિલ્લામાંથી આઠ આરોપીઓને ઝડપી પાડયા હતા.
મહિલા સેલિબ્રિટીનો વીડિયો મોર્ફ કરી અસલી વીડિયો સાથે જોડી મહિલા કલાકારને બદનામ કરવાનો પ્રયાસ કરતા આઠ આરોપીઓને દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમની શાખાએ પકડી પાડયા હતા. મહિલા કલાકારની લોકપ્રિયતાને ધક્કો પહોંચે તે રીતે અલગ-અલગ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી કલાકારના કાર્યક્રમોના વીડિયો સાથે અશ્લીલ વીડિયો વાયરલ કરનાર ગુજરાતના જુદાજુદા સાત જિલ્લામાંથી આઠ આરોપી સકંજામાં આવ્યા છે. આ ઝડપાયેલા તમામ આઠ આરોપીની ઉંમર 18થી 20 વર્ષની છે. તેમજ સગીર વયની નજીકના છે.