
- એન્ટેના
- પ્રિન્સિપાલ ચીફ કમિશનરોએ ૧૫ મે સુધીમાં ડિમાન્ડ નોટિસ આપેવી પડશે
આવકવેરો બાકી હોય તેવા કરદાતાઓને શોી કાઢવા માટે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરવામાં આવશે. તેમ જ અજાણી જગ્યાએ રહેનાર કરદાતાઓને બેન્કોની મદદથી, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મદદથી, ચૂંટણી માટે તૈયાર કરવામાં આવતી મતદારોની યાદીનો ઉપયોગ કરીને શોી કાઢવામાં આવશે. આવકવેરા ખાતાની મોટી રકમ જમા કરાવવાનું ગુપચાવીને પોબારા ગણી ગયેલા કરદાતાઓને શોધી કાઢવા માટે ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ અને નેટગ્રીડ જેવી સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવશે.
સીબીડીટીએ ટાઈમ બાર થતી તમામ ફાઈલોનો ૩૦મી જૂન સુધીમાં નિકાલ કરવા આદેશ આપી દીધો છે. આકારણી અધિકારીઓએ પણ દર વરસે ઓછામાં ઓછા સારામાં સારી આકારણી કરી હોય તેવા દસ એસેસમેન્ટ કરી આપવાના રહેશે. તેમની આકારણીને કાનૂની વ્યાખ્યાનું સમર્થન મળે તેવી હોવી જરૂરી છે. કોર્ટના આદેશ હેઠળ કરવામાં આવેલી આકારણી માટે નક્કી કરેલી સમય મર્યાદા પહેલા પંદરદિવસ અગાઉ પૂરી કરી દેવાની રહેશે. ગુનાહિત ફરિયાદો ૧૮૦ દિવસની અંદર ઓળખી કાઢીને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૫ પહેલા તેનો નિકાલ કરી દેવાનો આદેશ સીબીડીટીએ કર્યો છે. આ સાથે જ જૂની અપીલના કેસોનો નિકાલ લાવીને તેના થકી પણ વર્ષ દરમિયાન રૂ. ૧૦ લાખ કરોડના મૂલ્યના કેસોનો નિકાલ લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૦૨૪ના વર્ષમાં આવકવેરા ખાતાએ ૧.૭૨ લાખ અપીલોનો નિકાલ કર્યો છે. આવકવેરાની તવારીખમાં અપીલોનો કરવામાં આવેલો આ સૌથી મોટો નિકાલ છે. આવકવેરા ખાતા પાસે માનવ બળ ઓછું હોવા છતાંય ૨૦૨૫-૨૬માં રૂ. ૧૦ લાખ કરોડના વિવાદિત માંગણીઓ આવરી લેતાં ૨ લાખથી વધુ અપીલોનો નિકાલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
કર અધિકારીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૧.૯૫ લાખ કરોડની કન્ફર્મ માંગણીઓની વસૂલાતને પ્રાથમિકતા આપવી પડશે. તેમાં બાકી વસૂલાત અને હાલની ચૂકવણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં કરદાતાઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
૧૫ જૂન ૨૦૨૫ સુીમાં દરેક પ્રિન્સિપાલ ચીફ કમિશનરોએ એક વિશેષ ટીમની રચના કરીને ટોચના ૫૦૦૦ કેસોનું વિશ્લેષણ કરીને આ કેસો અંગે ૧૫ મે ૨૦૨૫ સુધીમાં ડિમાન્ડ નોટિસ આપીને તેનો નિકાલ કરવાની સુવિધા આપવાની રહેશે. આ જ રીતે ઉચ્ચ અદાલતોમાં ચાલી રહેલ વિવાદો નિપટાવવા કેસોનું સક્રિય ફોલોઅપ કરી લેવાની સૂચના આપવામાં આવી છે. ત્રણ વર્ષના એક્સપાર્ટી આદેશોમાં અપીલ સ્થિતિ તપાસીને બાકી વેરાની વસૂલાત કરવા માટે પગલાં લેવાની જણાવ્યું છે. અપીલના ઓર્ડર થઈ ગયા હોવાના કેસોનો ત્રીસમી મે સુધીમાં નિકાલ કરી દેવા જણાવ્યું છે. આ જ રીતે ૧૦ વર્ષથી જૂની માંગણીઓ રદ કરવા કે વસૂલાત વારવા નવેસરથી વિચાર કરવા જણાવ્યું છે.
- વિવેક મહેતા