Home / World : The real face of China: Jinping betrayed Putin, also eyeing the Arctic

ચીનનો અસલી ચહેરો: જિનપિંગે પુતિનને પણ આપ્યો દગો, આર્કટિક પર પણ નજર

ચીનનો અસલી ચહેરો: જિનપિંગે પુતિનને પણ આપ્યો દગો, આર્કટિક પર પણ નજર

China Spy on Russia: વિશ્વભરમાં રશિયા અને ચીનની મિત્રતાને એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી તરીકે જોવામાં આવે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તો ચીનને અવારનવાર ભાગીદાર કહે છે, પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT) ના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રશિયન ગુપ્તચર એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) ચીનને એક દુશ્મન તરીકે જોઈ રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

NYT ના રિપોર્ટ અનુસાર, રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ચીન એક ગંભીર ખતરો બની ગયું છે. આ રિપોર્ટમાં બેઇજિંગ પર જાસૂસી, સૈન્ય ટેકનોલોજીની ચોરી અને ક્ષેત્રીય મહત્વાકાંક્ષાઓ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

રશિયાની સુરક્ષા માટે ચીન ખતરો: FSB રિપોર્ટ

FSB ના લીક થયેલા રિપોર્ટમાં ચીનને રશિયાની સુરક્ષાને નુકસાન પહોંચાડનાર દેશ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. બેઇજિંગ રશિયન વૈજ્ઞાનિકો અને જાસૂસોને લલચાવીને તેમની પાસેથી સૈન્ય ગુપ્ત માહિતીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયન ગુપ્તચર એજન્સીનું માનવું છે કે આ બધું રશિયા વિરુદ્ધ એક સુનિયોજિત યોજના હેઠળ થઈ રહ્યું છે.

રશિયામાં જાસૂસોની ભરતી કરી રહ્યું છે ચીન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન, રશિયન જાસૂસો અને અસંતુષ્ટ વૈજ્ઞાનિકોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે જ તેમની પાસે સૈન્ય અને ટેકનિકલ ગુપ્ત માહિતીની ચોરી કરાવશે. આ ઉપરાંત તે સંવેદનશીલ સંરક્ષણ સંશોધનોને લક્ષ્ય બનાવી રહ્યું છે. આ આરોપ રશિયા અને ચીનની વધતી મિત્રતાના દાવાઓને ખોટા સાબિત કરવા જેવો છે.

યુક્રેનમાં પણ ચીનની જાસૂસી?

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, FSB ને એ પણ શંકા છે કે ચીન યુક્રેનમાં રશિયાની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. આનો હેતુ પશ્ચિમી દેશોના હથિયારો અને યુદ્ધની વ્યૂહરચના વિશે માહિતી મેળવવાનો છે. આ ઉપરાંત, ચીની શિક્ષણવિદો રશિયાના કેટલાક પ્રદેશો પર ભવિષ્યમાં દાવો કરવા માટે આધાર તૈયાર કરી રહ્યા છે.

આર્કટિક પર પણ ચીનની નજર

આ ઉપરાંત, ચીન ખાણકામ કંપનીઓ અને યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો દ્વારા આર્કટિકમાં પણ જાસૂસી કરી રહ્યું છે. ચીન દ્વારા આ કામ ખૂબ જ ઝીણવટપૂર્વક અને યોજનાબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે. 8 પાનાના આ દસ્તાવેજમાં FSB એ ચીનની જાસૂસી ગતિવિધિઓને રોકવા માટે સ્પષ્ટ પ્રાથમિકતાઓ નક્કી કરી છે.

રિપોર્ટની વિશ્વસનીયતા

આ FSB રિપોર્ટની તારીખ તો નથી, પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, તેને 2023 ના અંતમાં અથવા 2024 ની શરૂઆતમાં તૈયાર કરવામાં આવ્યો હશે. આ ફાઇલને 'Ares Leaks' નામક સાયબર ક્રાઈમ ગ્રુપે સાર્વજનિક કરી, પરંતુ તેમણે એ જણાવ્યું નહીં કે તેમને આ કેવી રીતે મળ્યું. જોકે, ન્યૂયોર્ક ટાઈમ્સએ આ રિપોર્ટને છ પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ કરાવ્યો અને બધાએ તેને સાચો માન્યો છે.

Related News

Icon