Vodafone Idea એ ત્રણ નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જે અનલિમિટેડ કોલિંગ તેમજ અનલિમિટેડ ડેટાનો લાભ આપશે. Vodafone Ideaના આ પ્લાન 'નોનસ્ટોપ હીરો' પેક હેઠળ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં યુઝર્સને ભારતમાં ગમે ત્યાં કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. તેમજ આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં અનલિમિટેડ ડેટા પણ ઓફર કરવામાં આવે છે. Vodafone Ideaના આ પ્લાન 398 રૂપિયા, 698 અને 1048 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યા છે, જેની વેલિડિટી 84 દિવસ સુધીની હશે.

