
ઉનાળું વેકેશન શરૂં થતાંની સાથે જ રેલવેમાં વેઈટિંગ લીસ્ટ વધી રહ્યાં છે. ત્યારે વ્યારા પી.આર.એસ સેન્ટર પરથી તત્કાલ કોટામાં એસી અને સ્લીપર ક્લાસમાં ટિકિટ નહીં મળતા મુસાફરોમાં ભારે અસંતોષ છે. વ્યારા રેલવે સલાહકાર સમિતિ અને ઉત્તર ભારતીય સમાજના જીલ્લા મહામંત્રી વિનોદભાઇ રામપ્યારે મિશ્રાએ જણાવ્યું કે તાપ્તી ગંગા જેવી ટ્રેનોમાં રૂમ બતાવાતો નથી. યુપી અને બિહાર તરફ લગ્ન સીઝન હોવાને કારણે ભારે ભીડ છે. લોકો 24 કલાક લાઈનમાં ઉભા રહે છે. સવારે 10 વાગે એસી અને 11 વાગે સ્લીપર કોટા ખૂલે ત્યારે પણ ટિકિટ વેઇટિંગમાં જ બતાવે છે.
થોડી ટિકિટ મળે તેવી માગ
તાપી જિલ્લાના આજુબાજુના ગામોના લોકોને પણ ટિકિટ મળતી નથી. ઉતર ભારતીય સમાજના લોકો પ્રશ્ન કરે છે ત્યારે જવાબ આપવો મુશ્કેલ બને છે. હાલ વ્યારા સ્ટેશન પર 28 એપ્રિલ 2025થી 90મે 2025 સુધીના રિઝર્વેશન ફોર્મ મુકવામાં આવ્યા છે. આ ફોર્મ કોણે મુક્યા છે તેની તપાસ થવી જોઈએ. 24 કલાક પહેલા કોઈ ફોર્મ મુકવા ન દેવા અને તાપ્તી ગંગા ટ્રેનમાં એસી અને સ્લીપરમાં બે ચાર ટિકિટ નિકળે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે. વિનોદભાઇ મિશ્રાએ જણાવ્યું કે રેલવે બોર્ડ વંદે ભારત, મેટ્રો, તેજસ એક્સપ્રેસ અને બુલેટ ટ્રેન જેવી નવી ટ્રેનો શરૂ કરીને મોટાં દાવા કરે છે. પરંતુ યુપી અને બિહાર જવા માટે તાપ્તી ગંગા એકમાત્ર ટ્રેન છે. જેમાં ટિકિટ મળતી નથી.
ટ્રેનના સ્ટોપની માગ
રેલવે બોર્ડને તાપ્તી ગંગા જેવી નવી ટ્રેન શરૂ કરવાની અને વ્યારા સ્ટેશન પર સ્ટોપ આપવાની માંગણી કરવામાં આવી છે. સાથે વ્યારા રેલવે રિઝર્વેશન સેન્ટર પરથી બે ચાર ટિકિટ નિકળે તેવી વ્યવસ્થા કરવા પણ વિનંતી કરવામાં આવી છે. તાપી જિલ્લાના આજુબાજુના ગામોના ગરીબ મજૂરોને ટિકિટ સરળતાથી મળી શકે અને વ્યારા રેલવે સ્ટેશન પરથી યુપી અને બિહાર જવા માટેની ટિકિટ સરળતાથી મળે અને પબ્લિકને હેરાનગતિ ન થાય તેવી તકેદારી રાખવામાં આવે.એવી માગ કરાઇ છે.