Home / Business : True Gujarati closed the road in America to take out the wedding procession, spent $25,000 for 20 permits

Business:પાક્કો ગુજરાતી! વરઘોડો કાઢવા અમેરિકામાં રસ્તો બંધ કરાવી દીધો, 20 પરમિટ માટે ખર્ચ્યા 50000 ડોલર

Business:પાક્કો ગુજરાતી! વરઘોડો કાઢવા અમેરિકામાં રસ્તો બંધ કરાવી દીધો, 20 પરમિટ માટે ખર્ચ્યા 50000 ડોલર

તાઈવાનની કંપનીએ બનાવી ટાયર વિનાની કાર 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તાઈવાનની કંપની સ્ટાન્સ ગેરેજ તાઈવાન (એસજીટી)એ વિશ્વની સૌથી નીચી કાર 'બનાના પિલ' બનાવીને સૌને દંગ કરી દીધા છે. ડીઝાઈનર લેંગ ડોંગે ૧૯૯૦ના દાયકાની હોન્ડા સિવિકને મોડીફાઈડ કરીને બનાવેલી 'બનાના પિલ' જમીનથી થોડાક મિલિમીટર ઉપર રહે છે.

ફોર્મ્યુલા વન સહિતની રેસમાં વપરાતી કારથી પણ ઓછી ઉંચાઈ ધરાવતી 'બનાના પિલ'ની ખાસિયત એ છે કે તેનાં ટાયર બહાર દેખાતાં જ નથી તેથી કાર ટાયર વિના જ ચાલતી હોય એવું લાગે છે. કારને કોણ ડ્રાઈવ કરી રહ્યું છે એ પણ દેખાતું નથી કેમ કે ડ્રાઈવર બેઠાં બેઠાં નહીં પણ સૂતાં સૂતાં કોમ્પ્યુટરની મદદથી ડ્રાઈવ કરે છે. કારમાં સીટ પણ નથી પણ બે વ્યક્તિ આરામથી સૂઈ શકે છે. 

કંપનીએ આ કાર હજુ સુધી ઓટો શોમાં જ મૂકી છે. કંપની તેનું કોમર્શિયલ ઉત્પાદન કરશે પણ લિમિટેડ એડિશનની કિંમત એટલી ઉંચી હશે કે સામાન્ય લોકો વાપરી નહીં શકે પણ ધનિકો જ ખરીદી શકશે.

મગરમચ્છ હેનરી 125 વર્ષનો થશે, 10 હજાર બચ્ચાંનો બાપ

દુનિયાના સૌથી પ્રાચીન જીવોમાંથી એક મગરમચ્છનું આયુષ્ય સામાન્ય રીતે ૪૦ વર્ષથી ૭૫ વર્ષ સુધીનું હોય છે ત્યારે હેનરી નામનો મગરમચ્છ છ મહિના પછી એટલે કે ૧૬ ડીસેમ્બરે ૧૨૫ વર્ષનું આયુષ્ય પૂરું કરશે. હેનરીના નામે સૌથી લાંબું જીવનારા મગરમચ્છ ઉપરાંત સૌથી વધારે બચ્ચાંને જન્મ આપનારા મગરમચ્છનો પણ રેકોર્ડ છે. હેનરીએ ૧૦ હજારથી વધારે બચ્ચાંને જન્મ આપ્યો છે.

બોત્સવાનાના ઓકાવાંગો ડેલ્ટામાંથી ૧૯૦૩માં ૧૬ ડીસેમ્બરે પકડવામાં આવ્યો ત્યારે હેનરી બચ્ચુ હતો. તેનો જન્મ ક્યારે થયો એ નક્કી નહોતું પણ નિષ્ણાતોએ તેની ઉંમર ૩ વર્ષની આસપાસ કહી હતી. તેના આધારે ૧૬ ડીસેમ્બર, ૧૯૦૦ તેની જન્મતારીખ નક્કી કરવામાં આવી. વરસો સુધી બોત્સવાનામાં રાખ્યા પછી ૧૯૮૫માં હેનરીને દક્ષિણ આફ્રિકાના ક્રોકવર્લ્ડ કન્ઝર્વેશન સેન્ટરમાં રખાયો છે. ૫ મીટર એટલે કે લગભગ ૧૭ ફૂટ લંબાઈ અને ૭૦૦ કિલો વજન ધરાવતા હેનરીની તબિયતને જોતાં એ હજુ ઘણાં વર્ષ ખેંચી નાંખશે એવું લાગે છે.

બ્રિયાનીએ મૃત્યુ પછીની દુનિયાનો અનુભવ કર્યો 

મૃત્યુ પછી શરીરમાંથી આત્મા ક્યાં જાય છે ? આ સવાલ વરસોથી થાય છે પણ તેનો કોઈ ચોક્કસ જવાબ નથી મળતો કેમ કે મૃત્યુ પામનારા જવાબ આપવા પાછા આવતા નથી. અમેરિકાની બ્રિયાના લેફર્ટી નામની ૩૩ વર્ષની યુવતીએ દાવો કર્યો છે કે, પોતે મૃત્યુ પછી શું થાય છે તેનો અનુભવ કર્યો છે. 

બ્રિયાનાને માયોક્લોનસ ડિસ્ટોનિયા નામે દુર્લભ બિમારી છે. આ બિમારીની સારવાર માટે બ્રિયાના હોસ્પિટલમાં દાખલ થયેલી ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. સૌના આશ્ચર્ય વચ્ચે ૮ મિનિટ પછી બ્રિયાના જીવતી થઈ અને પોતે અલગ દુનિયામાં પહોંચી ગઈ હોવાનો દાવો કરી રહી છે. 

બ્રિયાનાનો દાવો છે કે, પોતે એવી દુનિયામાં પહોંચી ગઈ હતી કે જ્યાં શરીર અને સમયનું અસ્તિત્વ નહોતું. પહેલાં કદી ના જોયાં હોય એવાં પ્રાણીઓ હતાં અને કોઈ દર્દનો અનુભવ નહોતો. બ્રિયાના ચાલવાનું અને બોલવાનું ભૂલી ગઈ હતી. ડોક્ટરોએ મગજની નાની સર્જરી કરી પછી તે માણસની જેમ વર્તવા લાગી.

પાકિસ્તાની ડોક્ટર સફાઈ કરવાવાળાને પરણી ગઈ

સોશિયલ મીડિયા પર હમણાં પાકિસ્તાનની કિશ્વર સાહિબા અને શહઝાદની અનોખી લવ સ્ટોરી ચર્ચામાં છે. ઈન્સ્ટાગ્રામ પર દોઢ કરોડથી વધારે વ્યૂ આ સ્ટોરીને મળ્યા છે. કિશ્વર સાહિબા એમબીબીએસ ડોક્ટર છે અને ગયા વરસે સરકારી હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે હોસ્પિટલમાં સફાઈ કરતા શહઝાદના પ્રેમમાં પડી ગઈ હતી.

શહઝાદ ખાસ ભણ્યો નથી પણ કિશ્વરને શહઝાદ એ હદે ગમી ગયો કે, તેણે પ્રપોઝ કરી દીધું. શહઝાદને પહેલાં તો કિશ્વર મજાક કરતી હોવાનું લાગ્યું પણ કિશ્વરે પોતે સાચે જ પ્રેમ કરે છે એવું કહ્યું પછી શહઝાદે હા પાડી દીધી. કિશ્વરનો પરિવાર સ્વાભાવિક રીતે જ નિકાહની વિરૂધ્ધ હતો પણ કિશ્વરે તેની પરવા કર્યા વિના નિકાહ કરી લીધા.

નિકાહ પછી કિશ્વરે હોસ્પિટલની નોકરી છોડીને પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી જ્યારે શહઝાદને દવાની દુકાન ખોલાવડાવી દીધી. બંનેનું કામ સારું ચાલી રહ્યું છે તેથી બંને ખુશ છે.

નશાની હાલતમાં લીધેલો નિર્ણય બોબને ફળ્યો 

દારૂ પીવો ખરાબ છે એવું કહેવાય છે પણ ક્યારેક નશાની હાલતમાં લીધેલા નિર્ણય ફાયદાકારક સાબિત થતા હોય છે. યુકેના ડર્બીશાયરમાં રહેતા બોબ કેમ્પબેલના કિસ્સામાં એવું જ બન્યું. કેમ્પબેલે નશાની હાલતમાં જૂનું ગ્રેઈન સિલો (અનાજ રાખવાનું વિશાળ પીપ) ૧ પાઉન્ડમાં ખરીદેલું. બોબ તો એ વાતને ભૂલી ગયેલો પણ સિલોની ખરીદીની રસીદ ઘરે આવી પછી પોતે શું કર્યું છે તેનું તેને ભાન થયું. 

બોબ પાર્ટનર કેરોલ એન્નને લઈને જંગલમાં આવેલા સિલોને જોવા ગયો ત્યારે ચકરાઈ ગયેલો પણ કેરોલ તેને ઘરમાં ફેરવી નાંખવાનો આઈડિયા આપ્યો. કેરોલે લગભગ ૪ હજાર ડોલર ખર્ચીને સિલોમાં કિચન, બાથરૂમ અને બેડ બનાવી દીધાં. છેલ્લાં છ વર્ષથી બોબ અને કેરોલ કુદરતી વાતાવરણમાં સિલોમાં રહે છે. બોબ-કેરોલના સિલોને જોઈને બીજાં ઘણાં લોકોએ કેરોલ પાસે આ પ્રકારનાં ઘર બનાવડાવ્યાં છે તેથી કેરોલે સારી એવી કમાણી પણ કરી છે.

ગુજરાતી વરૂણના વરઘોડાએ વોલ સ્ટ્રીટ બંધ કરાવી દીધી

મૂળ ગુજરાતના બિઝનેસમેન વરૂણ નવાનીના વરઘોડાએ અમેરિકાના ન્યુ યોર્કમાં વોલ સ્ટ્રીટ બંધ કરાવી દીધી એ સમાચારની ભારે ચર્ચા છે. વરૂણના વરઘોડાએ એવો ટેમ્પો જમાવી દીધો હતો કે, વોલ સ્ટ્રીટમાં કામ કરનારા લોકો પણ બહાર નિકળીને વરઘોડામાં જોડાઈ ગયેલા અને ડાન્સ કર્યો હતો. 

એજ્યુટેક કંપની રોલાઈના સ્થાપક અને સીઈઓ છે. એઆઈ પ્લેટફોર્મ રોલાઈ હાયર એજ્યુકેશ સંસ્થાઓ માટે ડેટા એનાલિટિકલ સ્કીલ શીખવવાનું કામ કરે છે. વરૂણે માસ્ટરકાર્ડમાં રિસ્ક-મેનેજમેન્ટ લીગલ કમ્પ્લાયન્સ ડિરેક્ટર અમાન્ડા સોલ સાથે લગ્ન કર્યાં છે. 

અમેરિકામાં તમે ફી ચૂકવીને થોડાક સમય માટે રસ્તો બંધ કરાવી શકો છો. વરૂણે પોતાના વરઘોડાનો રૂટ એવો પસંદ કરેલો કે, રસ્તા બંધ કરાવવાની ૨૦ પરમિટ લેવી પડી અને ૫૦ હજાર ડોલર (લગભગ ૪૩ લાખ રૂપિયા) ફી ભરવી પડી. વોલ સ્ટ્રીટ બંધ કરાવવા જ ૨૫ હજાર ડોલર ખર્ચવા પડયા.

Related News

Icon