Home / India : Waqf Amendment Bill becomes law, President Draupadi Murmu gives assent

Waqf Bill news: વકફ સુધારો બિલ કાયદો બન્યો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી

Waqf Bill news: વકફ સુધારો બિલ કાયદો બન્યો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી

વક્ફ સંશોધન બિલ 2025 હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. સંસદ દ્વારા પસાર કરાયેલા વકફ સંશોધન અધિનિયમને 5 એપ્રિલ, 2025 ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વક્ફ સંશોધન બિલ 2025 હવે કાયદો બની ગયો 

કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિધેયકને ગૃહમાં રજૂ કર્યું હતું. આશરે 12-12 કલાક લાંબી ચર્ચા બાદ વક્ફ (સંશોધન) વિધેયક 2025ને બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને લઈને સત્તાધારી NDA પક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી.

 રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ વક્ફ (સંશોધન) બિલ કાયદો બન્યો

લોકસભામાં 288 સાંસદોએ વિધેયકના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધ 95 મત પડ્યા હતા. બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ બિલ પસાર થઇ જતાં તેને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. જ્યાં રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ વક્ફ (સંશોધન) બિલ કાયદો બન્યો છે.

સુપ્રીમ કોર્ટમાં 4 અરજીઓ દાખલ

શનિવારે, સુપ્રીમ કોર્ટમાં વધુ બે અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં આ કાયદાની જોગવાઈઓના અમલ અથવા અમલ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. એક અરજી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વક્ફમાં કૌભાંડ અને ઉચાપતના આરોપી અમાનતુલ્લા ખાન દ્વારા દાખલ કરવામાં આવી છે, જ્યારે બીજી અરજી એસોસિયેશન ફોર ધ પ્રોટેક્શન ઇન મેટર્સ ઓફ સિવિલ રાઇટ્સ નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી છે.

Related News

Icon