
બાવળામાં ICDS ઓફિસમાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. બાવળા તાલુકા પંચાયતમાં આવેલ ICDS ઑફિસમાં આગ લાગતાં જરૂરી દસ્તાવેજો આગમાં બળીને ખાખ થઈ ગયા. આગ બુજાવવા આવેલ પાલિકાની ફાયરની ગાડીઓમાં પાણી ખૂટી જતાં લોકોએ ડોલ વડે પાણી નાખ્યા.
અમદાવાદના બાવળામાં આવેલી તાલુકા પંચાયતમાં આવેલી ICDSની ઑફિસમ આગ લાગી હતી. ઓફિસમાં જ આગને પગલે કચેરીના તમામ કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. કચેરીમાં જ આગ લાગતાં કચેરીના જરૂરી દસ્તાવેજો અને ચીજવસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આગની ઘટનાંને પગલે બાવળા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુજવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ બુજાવતી વખતે ફાયર વિભાગની ગાડીઓમાં પાણી ખૂટી જાય લોકોએ ડોલ ભરીને પાણી નાખી આગ બુજવવાના પ્રયત્નો કર્યા હતા.