Home / Gujarat / Ahmedabad : Weather news: Rain forecast in these districts of South Gujarat and Saurashtra today, read

Weather news: આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, વાંચો

Weather news: આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, વાંચો

Weather news: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 13 અને 14 જૂને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી યથાવત્ રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા દર્શાવી છે. હાલ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું. હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે. જે આગામી 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવન મજબૂત થતા ચોમાસું આગળ વધવાની શક્યતા છે.

મળતી વિગતો અનુસાર, હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચી ચુક્યું છે ત્યારે ગુજરાતમાં 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવન મજબૂત થતા ચોમાસુ આગળ વધવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ નથી પડી રહ્યો અને કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ દરમ્યાન હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી દર્શાવી છે. જેથી લોકોને આકાશમાંથી અગ્નિ બની વરસી રહેલી ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે.

અમદાવાદ, ગાંધીનગરને ગરમીથી રાહતની કોઈ શક્યતા નહીં

આ ઉપરાંત રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને, ગીર-સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી દર્શાવી છે.આ સિવાય 13થી 14 જૂન ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીથી રાહત મળવાની હાલ કોઈ શક્યતા નથી દેખાઈ રહી. હવામાન વિભાગે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા જણાવી છે.

Related News

Icon