Home / World : Donald Trump: Report claims that Elon Musk and this person had a fight in the White House

Donald Trump: એલન મસ્ક અને આ વ્યકિત વ્હાઈટ હાઉસમાં બાખડયા હોવાનો રિપોર્ટમાં દાવો

Donald Trump: એલન મસ્ક અને આ વ્યકિત વ્હાઈટ હાઉસમાં બાખડયા હોવાનો રિપોર્ટમાં દાવો

America President Donald Trump And Elon Musk Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના ટોપ બિઝનેસમેન એલન મસ્ક વચ્ચેના ગાઢ સંબંધો એકઝાટકે તૂટી ગયા છે, એટલું જ નહીં બંને દિગ્ગજો એકબીજા પર ગંભીર આક્ષેપો પણ કરી રહ્યા છે. જોકે હવે બંને વચ્ચેના ઝઘડામાં વધુ એક વ્યક્તિની એન્ટ્રી થઈ છે. વાસ્તવમાં એલન મસ્ક અને અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી વચ્ચે વ્હાઈટ હાઉસમાં મારામારી થઈ હોવાનો, પછી મામલો ટ્રમ્પ સુધી પહોંચ્યા બાદ મસ્ક-ટ્રમ્પ વચ્ચે વિવાદ થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મસ્કે અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીને ધક્કો માર્યો
મળતી માહિતી અનુસાર, ટ્રમ્પના સાથી સ્ટીવ બૈને એવો દાવો કર્યો છે કે, અમેરિકામાં આંતરિક મહેસૂલ સેવા (Internal Revenue Service-IRS) માટે નવા ચીફની નિમણૂક કરવાની હતી, ત્યારે એલન મસ્ક અને અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસેન્ટ (Scott Bessent) પોતપોતાના પસંગીના ઉમેદવારોની ભલામણ કરવા વ્હાઈટ હાઉસ (White House)માં ગયા હતા. ત્યારબાદ બંને ભલામણ કરીને બહાર આવ્યા ત્યારે ઈલૉન મસ્કે (Elon Musk) ખભાથી બેસેન્ટને ધક્કો માર્યો હતો. આ મારામારી એપ્રિલ થઈ હતી.

બેસેન્ટે છંછેડતા મસ્ક ભડક્યા હતા
ટ્રમ્પના સાથી સ્ટીવે એવું પણ કહ્યું કે, ‘મસ્કે બેસેન્ટને ધક્કો માર્યો, ત્યારે બંને વચ્ચે ભારે રકઝક થઈ હતી. બેસેન્ટે કથિત સરકારના એક ટ્રિલિયન ડૉલરને બરબાદીનો ઉલ્લેખ કરીને મસ્ક પર કટાક્ષ કર્યો હતો. એવો આક્ષેપ કરાયો છે કે, બેસેન્ટે મસ્કને દગાબાજ અને ફ્રોડ ગણાવ્યા હતા, ત્યારબાદ મસ્કે ભડકીને ખભાથી બેસેન્ટની પાંસળીઓ પર ધક્કો માર્યો હતો.

મસ્કે ધક્કો તો બેસેન્ટે મુક્કો માર્યો
ત્યારબાદ બેસેન્ટે પણ મસ્કને વળતો જવાબ આપ્યો હતો. દાવા મુજબ તેમણે મસ્કને મુક્કો માર્યો હતો. બંને વચ્ચેની મારામારીનો મામલો નેશનલ સિક્યોરિટી એડવાઈઝરની ઓફિસ સુધી પહોંચ્યો તો ત્યાંથી તુરંત સુરક્ષા કર્મચારીઓ મોકલવામાં આવ્યા બાદ ત્યારબાદ કર્મચારીઓએ મસ્કને વેસ્ટ વિંગમાંથી બહાર કાઢી મુક્યા હતા. થોડા દિવસ બાદ મસ્ક વ્હાઈટ હાઉસમાં આવ્યા હતા, ત્યારે તેમની આંખ કાળી પડી ગઈ હતી. તેમને કારણ પૂછાયું તો દીકરાનું બહાનું બતાવ્યું હતું. જ્યારે બેસેન્ટનો મામલો ખુલ્યો તો બેસેન્ટે તેમની કાળી આંખ કરી નાખ્યું હોય તેવું કહેવાય છે. ટ્રમ્પના સાથીએ કહ્યું કે, ‘બેસેન્ટ અને મસ્કનો મામલો ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સુધી પહોંચ્યો તેમણે કહ્યું કે, ‘હદ થઈ ગઈ’.

મસ્કનો આક્ષેપ, ટ્રમ્પની ધમકી
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચેની ગાઢ મિત્રતા વચ્ચે તિરાડ પડ્યા બાદ બંને એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. મસ્કે આક્ષેપ કર્યો છે કે, ટ્રમ્પનું નામ ‘એપસ્ટીન ફાઈલ્સ’માં આવ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે, દોષીત જાતીય અપરાધી જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ સરકાર સમક્ષ રજુ કરાયા નથી. તેમણે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે અમેરિકામાં નવી પાર્ટી બનાવવાની પણ ચર્ચા શરૂ કરી દીધી છે.

બીજી તરફ ટ્રમ્પે વળતો જવાબ આપતા કહ્યું કે, ‘મસ્ક ડ્રગ્સનો ઉપયોગ કરે છે, જેના કારણે મસ્કનું મગજ બગડી ગયું છે. જોકે મસ્કે પાછીપાની કરી હોય તેવું જોવા મળ્યું છે. મસ્કે ‘એપસ્ટીન’ અંગેની કરેલી પોસ્ટે ડિલીટ કરી મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Related News

Icon