વેસ્ટ ઈન્ડિઝની ટીમ રોસ્ટન ચેઝની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ મેદાન પર ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે, જેની પહેલી મેચમાં તેને 159 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ વિન્ડીઝ ટીમની હાર કરતાં થર્ડ અમ્પાયર દ્વારા આપવામાં આવેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને કારણે વધુ સમાચારમાં છે, જે મેચ સમાપ્ત થયા પછી વિન્ડીઝ ટીમના કેપ્ટનના નિવેદનમાં પણ જોવા મળ્યું હતું. ચેઝે પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં અમ્પાયર્સના નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી હતી, તેને નિરાશાજનક ગણાવ્યા હતા.

