
ભારતીય સેનાના Operation Sindoorમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના માર્યા ગયાના સમાચાર છે. મસૂદ અઝહરનો આતંકી ભાઇ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઇ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અસગરનો પુત્ર હુજૈફા પણ સામેલ છે. આ સિવાય રઉફ અસગરના ભાઇની પત્નીનું પણ મોત થયું છે.
'હું પણ મરી ગયો હોત તો સારૂં હોત'-મસૂદ અઝહર
મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે, 'મારા પરિવારના 10 લોકો આ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે. અન્ય ચાર લોકો પણ મૃત્યું પામ્યા છે. તેઓ અમારા અંગત લોકો હતા. આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારૂ થાત.'
કોણ છે મસૂદ અઝહર?
મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક અને મોસ્ટ વોન્ટેડ આતંકી છે. મસૂદ ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીમાંથી એક ગણાય છે. મસૂદ અઝહરની 1999માં ઇન્ડિયન એરલાઇન્સને હાઇજેક મામલે ધરપકડ કરાઇ હતી પરંતુ બાદમાં તેને બંધકોને મુક્ત કરવાના બદલે છોડી મુકવામાં આવ્યો હતો. તે બાદથી તે પાકિસ્તાનમાં છુપાઇને કેટલાક મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચતો રહ્યો છે.
મસૂદના મદ્રસા પર હુમલો
Operation Sindoor હેઠળ ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકી ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કર્યો હતો જેમાં બહાવલપુરમાં તેની મદ્રસા અને જૈશનો કાર્યાલય નષ્ટ થઇ ગયો છે. આ હુમલો 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા.