ઈરાનના Bandar Abbas શહેરમાં શનિવારે એક મોટો વિસ્ફોટ થવા સાથે આગ લાગતાં અફરાતરફીનો માહોલ છે. આ વિસ્ફોટમાં 500થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મેહરદાદ હસનઝાદેહે જણાવ્યું હતું કે વિસ્ફોટ વિનાશક હતો. ઈરાની મીડિયા અનુસાર, વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 500થી વધુ થઈ ગઈ છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

