જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાને લઇને મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનના પૂર્વ મિલિટ્રી અધિકારી આદિલ રાજાએ મોટો દાવો કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ મિલિટ્રી અધિકારીના જણાવ્યા અનુસાર, 'પહેલગામ આતંકી હુમલા પાછળ પાકિસ્તાનના આર્મી પ્રમુખ આસિમ મુનીરનો હાથ છે. મુનીરે પોતાના અંગત હિતો માટે હુમલો કરાવ્યો છે, તેમને ISIએ રોક્યા હતા પણ આસિમ મુનીર માન્યા નહતા.'

