પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનની એક પછી એક મુશ્કેલીઓ વધારી રહ્યું છે. ભારતે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની, સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાને ભારત માટે એર સ્પેસ બંધ કરવાની, ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના કારોબાર માટે તેની જમીન આપવાની સહિતના નિર્ણયો લીધા હતા. જોકે હવે ભારતે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે મહત્ત્વ પ્રોજેક્ટ પર મોટો નિર્ણય લઈ પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે.

