Home / World : New announcement by American government, reciprocal tariff will not be applicable on imported goods

અમેરિકન તંત્રની નવી જાહેરાત, આટલી ચીજવસ્તુઓ પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાગુ પડે

અમેરિકન તંત્રની નવી જાહેરાત, આટલી ચીજવસ્તુઓ પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાગુ પડે

Reciprocal Tariffs: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત ચૂંટાયા ત્યારથી દરરોજ કોઈને કોઈ ચોંકાવનારા નિર્ણયો લેતા નજરે પડી રહ્યા છે. બાદમાં તેઓ તે નિર્ણયમાં મોટા ફેરફાર કરતા પણ જોવા મળ્યા છે. ટ્રમ્પે ચીની વસ્તુઓની આયાત પર ભારે ટેરિફ મૂકીને ટ્રેડવૉરની શરૂઆત કરી છે. ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી, જોકે બાદમાં નિર્ણય પાછો ખેંચીને 90 દિવસનો સમય આપ્યો હતો. ત્યારે હવે  મળતી માહિતી અનુસાર ટ્રમ્પે અમુક વસ્તુઓને ટેરિફમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. જેમાં સ્માર્ટફોન, લેપટોપ અને સેમીકંડક્ટર ચિપ્સ પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાગે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ નિર્ણય ટ્રમ્પ દ્વારા ચીનથી આયાત કરાયેલી વસ્તુઓ પર 145 ટકા ટેરિફ અને અન્ય દેશોથી આવનારા ઉત્પાદનો પર 10 ટકા બેઝલાઇન ડ્યૂટી લગાવાયા બાદ લીધો છે. આ નિર્ણય ખાસ કરીને એપ્પલ જેવી મોટી ટેક કંપનીઓ માટે મહત્ત્વપૂર્ણ છે, જે પોતાના મોટાભાગના ઉત્પાદનો ચીનમાં ઉત્પાદિત અને એસેમ્બલ થાય છે.

બ્લૂમબર્ગે અમેરિકન કસ્ટમ ડ્યુટી અને સરહદ સુરક્ષા વિભાગના નોટિસનો હવાલો આપતા જણાવ્યું છે કે, 5 એપ્રિલથી અમેરિકન બોર્ડરમાં પ્રવેશ કરનારા અથવા ગોડાઉનથી નીકળતા ઉત્પાદનો પર આ છૂટ લાગુ માનવામાં આવશે.

આ અમેરિકન એજન્સીના અનુમાન અનુસાર, એપ્પલના લગભગ 90 ટકાથી વધુ iPhone ચીનમાં બને છે, આ સિવાય જે અન્ય ટેકનિક ઉત્પાદન આ છૂટના દાયરામાં આવે છે, તેમાં ટેલિકોમ એક્વિપમેન્ટ, ચિપ નિર્માણ મશીનો, રેકોર્ડિંગ ડિવાઇસ, ડેટા પ્રોસેસિંગ મશીનો અને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી સામેલ છે. તેનું ઉત્પાદન સામાન્ય રીતે અમેરિકામાં નહીં થાય.

વિશેષજ્ઞોનું માનવું છે કે, આ ઉત્પાદનોની ઘરેલૂ ઉત્પાદન સુવિધાઓ અમેરિકામાં ઉભી કરવામાં અનેક વર્ષ લાગી શકે છે. તેવામાં આ છૂટથી અમેરિકન ટેક કંપનીઓને અસ્થાયી રાહત જરૂર મળશે. જો કે, રિપોર્ટથી સંકેત મળી શકે છે આ નિર્ણય અસ્થાયી થઈ શકે છે, જો કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ઉત્પાદનો પર જલ્દીથી અલગ ટેરિફ લગાવી શકાય છે, જે કદાચ ચીન માટે ઓછો હશે.

Related News

Icon