Home / World : This is the reason behind the hijacking of a train in Pakistan, read the full story

પાકિસ્તાનમાં ચાલુ ટ્રેન હાઈજેક થવા પાછળ આ કારણ જવાબદાર, વાંચો આખો ઘટનાક્રમ

પાકિસ્તાનમાં ચાલુ ટ્રેન હાઈજેક થવા પાછળ આ કારણ જવાબદાર, વાંચો આખો ઘટનાક્રમ

પાડોશી દેશમાં આજે જફર એક્સપ્રેસ ટ્રેનને બલોચ આર્મીએ હાઈજેક કરીને પાકિસ્તાનનું આખા વિશ્વમાં નાક કપાવી નાંખ્યું છે. આ ચાલુ ટ્રેનમાં આશરે 140 પાકિસ્તાની સૈન્ય જવાન હાજર હતા. જફર એક્સપ્રેસ ટ્રેન રોકવા બલોચ આર્મીએ ટનલ નજીક રેલવે ટ્રેકને ઉડાવીને ટ્રેનને રોકાવી અને સૈનિકોને બંધક બનાવી લીધા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ઘટનાએ પાકિસ્તાની સૈન્યની ઈન્ટેલિજન્સ એજન્સીઓની નિષ્ફળતા પર સવાલ ઉઠાવલ્યા છે અને બલૂચિસ્તાનમાં ચાલતો બળવો ફરી વિશ્વમાં ચર્ચાના એરણે લાવી દીધો છે.

પાડોશી દેશમાં ટ્રેન હાઈજેકની ઘટના
પાકિસ્તાન સરકાર આમ તો આતંકવાદને સમાપ્ત કરવાના મોટા બણગા ફૂંકતી રહેતી હોય છે. બલૂચિસ્તાનથી લઈ અફઘાનિસ્તાન સરહદ સુધી સ્થિતિને કાબૂ રાખવાની વાત થઈ રહી છે. પરંતુ મંગળવારે બલોચિસ્તાન લિબરેશન આર્મીએ લડવૈયાએ પાકિસ્તાન સરકારની પોલ ખુલી પાડી દીધી હતી.

BLA લડવૈયાઓએ બાલોનમાં ટ્રેનનું અપહરણ કર્યું. બલૂચ લિબરેશન આર્મીનું કહેવું છે કે ટ્રેનમાં લગભગ ૧૪૦ પાકિસ્તાની સૈનિકો હાજર હતા. તે બધાને બંધક બનાવીને, BLA એ પાકિસ્તાની સેનાને ઘૂંટણિયે પાડી દીધી છે.

ટ્રેનનું અપહરણ કેવી રીતે થયું?
જફર એક્સપ્રેસ એક પેસેન્જર ટ્રેન છે જે વર્ષ-1998માં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન ક્વેટાથી પેશાવર સુધી ચાલે છે. દરરોજની જેમ, આ ટ્રેન મંગળવારે ક્વેટાથી રવાના થઈ હતી, પરંતુ બોલાન પહોંચતાની સાથે જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

બલોચ આર્મી અનુસાર, તેના લડવૈયાઓએ એક ટનલ નજીક ટ્રેક ઉડાવી દીધો, જેના કારણે ટ્રેન ડ્રાઈવરને વાહન રોકવાની ફરજ પડી. ટ્રેન સુરંગમાં રોકાતાની સાથે જ બલૂચ લડવૈયાઓએ તેનું અપહરણ કરી લીધું હતું. BLA કહે છે કે હાઈજેક પ્રક્રિયા દરમિયાન તેણે 20 સૈનિકોને મારી નાખ્યા હતા. હાઇજેકિંગ દરમિયાન ટ્રેન ડ્રાઇવરને પણ ગોળી વાગી હતી.

પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી
પાકિસ્તાની સેનાના કઠપૂતળી કહેવાતા ભૂતપૂર્વ મંત્રી ફઝલુર રહેમાને થોડા દિવસો પહેલા બલુચિસ્તાનમાં મોટી ઘટના બનવાની આશંકા વ્યક્ત કરી હતી. રહેમાને કહ્યું કે બલુચિસ્તાનના લોકો હવે પાકિસ્તાની સેનાની વાત સાંભળવાનું બંધ કરી દેશે. ત્યાંના લડવૈયાઓ સીધા જ મોરચા ખોલશે.  

પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સીઓની નિષ્ફળતા
જફર એક્સરપ્રેસ બલોચિસ્તાનની પ્રવાસી ટ્રેન છે. આ ટ્રેનમાં મંગળવારે સૈન્યના 140 જવાનો પણ સવાર હતા. આ સ્થિતિમાં ટ્રેનને હાઈ જેક કરાઈ છે. જેનાથી ઈન્ટેલિજન્સ એજન્સીઓ સદંતર નિષ્ફળ નિવડી હોવાનો પ્રશ્નાર્થચિંહન પેદા કર્યો હતો.

બલુચિસ્તાનમાં ઘણા સમયથી હિંસા ચાલી રહી છે. પાકિસ્તાન સરકાર પોતે અહીંની હિંસાથી ચિંતિત છે. આવી સ્થિતિમાં પેસેન્જર ટ્રેન હાઈજેક થવાની ઘટનાને લઈ ઘણા સવાલ ઉઠી રહ્યા છે.

Related News

Icon