Home / World : USA news: 2 MPs shot dead in broad daylight in America, female MP and her husband killed, 2 injured

USA news: અમેરિકામાં ધોળા દિવસે 2 સાંસદોને ઘરમાં ઘુસી ગોળી મારી, મહિલા સાંસદ અને તેના પતિનું મોત, 2 ઘાયલ

USA news: અમેરિકામાં ધોળા દિવસે 2 સાંસદોને ઘરમાં ઘુસી ગોળી મારી, મહિલા સાંસદ અને તેના પતિનું મોત, 2 ઘાયલ

USA news: અમેરિકાના મિનેસોટામાં બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર કરવામાં આવ્યો છે. સ્ટેટ સેનેટર જૉન હોફમેન અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટીવ મેલિસા હૉટમેનના ઘર પર હુમલો કરાયો છે. આ હુમલામાં મેલિસા અને તેમના પતિનું નિધન થયું છે, જ્યારે જૉન અને તેમના પત્ની ઈજાગ્રસ્ત છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલો કરનારો પોલીસનો વેશ ધારણ કરી ઘરમાં દાખલ થયો હતો. હુમલા પાછળના કારણને લઈને ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેલિસા હૉટમેન કોણ છે?
મેલિસા હૉટમેન મિનિસોટા રાજ્યના પૂર્વ હાઉસ સ્પીકર અને ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. તેઓ 2004માં પ્રથમવાર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મેલિસા મિનિસોટાના રાજકારણના પ્રભાવશાળી નેતા કહેવાતા હતા. તેઓ વર્તમાનમાં મિનિયાપોલિસ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ ડેમોક્રેટિક-કિસાન-શ્રમ પાર્ટીના પણ સભ્ય હતા.

હુમલામાં સેનેટર હૉફમેન પણ ઈજાગ્રસ્ત
હુમલા ખોરોએ રાજ્યના સેનેટર જૉન હૉફમેનના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો છે, જેમાં તેઓ અને તેમના પત્ની ઈજાગ્રસ્ત થયા છે. હૉફમેન 2012થી સેનેટમાં છે. તેઓ અગાઉ મિનિસોટાની સૌથી મોટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ એનોકા-હેનપિનના સ્કૂલ બોર્ડમાં પણ સેવા આપી ચુક્યા છે. તેઓ સલાહકાર કંપની ‘હૉફમેન સ્ટ્રેટેજિક એડવાઈઝર્સ’નું પણ કામ સંભાળતા હતા. તેમને એક પુત્રી પણ છે.

હુમલાખોરો પોલીસની ડ્રેસમાં આવ્યા હતા
મિનિસોટા બ્યૂરો ઓફ ક્રિમિનલ એપ્રીહેન્શનના પ્રમુખ ડ્રયૂ ઈવાંસે કહ્યું કે, ‘હુમલાખોરો પોલીસના ડ્રેનમાં આવ્યા હતા. પોલીસે હુમલાખોરો શોધખોળ શરૂ કરી દીધી છે. ગોળીબારમાં મેલિસા હૉટમેન અને તેમના પતિનું મોત થયું છે. તેમના મૃતદેહોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેની પુષ્ટી કરી શકાશે. હુમલાખોરોને પકડવા માટે પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને ચોતરફ પેટ્રોલિંગ કરી રહ્યા છે. શંકાસ્પદને પકડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.’
 
જાહેર સલામતી કમિશનર બૉબ જૉનસને કહ્યું કે, ‘પોલીસની વર્દીમાં આવેલો હુમલાખોર કાયદો-વ્યવસ્થાનો નકલી ચહેરો બનીને લોકોનો વિશ્વાસ તોડી રહ્યો હતો. પોલીસનો ડ્રેસ આપણી સેવા અને સુરક્ષાનું પ્રતિક છે, તેનો દુરુપયોગ થવો ખૂબ જ ચિંતાનો વિષય છે.’

Related News

Icon