Home / World : 'Whenever we want..', what did Donald Trump say about the deadline for reciprocal tariffs?

'અમે જ્યારે ઇચ્છીએ ત્યારે જ..', રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન અંગે ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા?

'અમે જ્યારે ઇચ્છીએ ત્યારે જ..', રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન અંગે ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા?

Donald Trump on Reciprocal Tariffs Deadline: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આયાત પર ફરીથી મોટા પાયે ટેરિફ લાદવાની ડેડલાઇન મુલતવી રાખી શકાય છે અથવા આગળ ધપાવી શકાય છે. હાલમાં, આ ડેડલાઇન 9 જુલાઈ સુધી નક્કી કરવામાં આવી છે. આ મામલે ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા આ ડેડલાઇન ઘટાડી શકે છે અથવા તો લંબાવી પણ શકે છે. આ બધું અન્ય દેશો સાથેની વ્યાપારિક વાટાઘાટો કેવી રીતે ચાલે છે તેના પર આધાર રાખે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો 

વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી. તેમણે કહ્યું, 'અમે જ્યારે ઇચ્છીએ ત્યારે નિર્ણય બદલી શકીએ છીએ. અમે ટેરિફ ડેડલાઇનને મુલતવી રાખી શકીએ છીએ અથવા ઘટાડી પણ શકીએ છીએ. હું ઉતાવળ કરીને બધાને સીધો પત્ર મોકલવા માંગુ છું કે અભિનંદન, હવે તમે 25% ટેક્સ ચૂકવી રહ્યા છો.' 

ભારતે પોતાનું પ્રતિનિધિમંડળ અમેરિકા મોકલ્યું

ગયા અઠવાડિયે ઈરાન પરના હુમલા અને ટેક્સ બિલ વિશે અમેરિકામાં ચર્ચા ચાલી રહી હતી, હવે ટ્રમ્પ વહીવટીતંત્રે વેપાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુરુવારે અમેરિકાએ યુરોપિયન યુનિયન સામે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો, જ્યારે ભારતે પોતાનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન મોકલ્યું જેથી વેપાર વાટાઘાટો આગળ વધી શકે.

ટેરિફ ડેડલાઇન 8 જુલાઇના રોજ પૂરી થશે

ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025 માં લગભગ તમામ વિદેશી આયાત પર રેસિપ્રોકલ ટેરિફ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ હેઠળ, જે માલ પર 10%થી વધુ ટેરિફ લાદવાનો હતો તેને 90 દિવસની છૂટ આપવામાં આવી હતી જેથી દરેક દેશ પરસ્પર વાટાઘાટો દ્વારા કરાર કરી શકે. આ ડેડલાઇન 8 જુલાઇના રોજ પૂરી થઈ રહી છે.

જોકે, મે મહિનાના અંત સુધીમાં, ટ્રમ્પનું વલણ વધુ કડક બન્યું. તેમણે યુરોપિયન યુનિયનમાંથી આવતા માલ પર 50% સુધીની આયાત ડ્યુટી લાદવાની ચેતવણી આપી હતી. EU પહેલાથી જ ઘણા તબક્કામાં યુએસ ટેરિફનો સામનો કરી ચૂક્યું છે.

 

Related News

Icon