
૧૯૮૬માં ચેર્નોબિલમાં થયેલા પરમાણુ વિસ્ફોટને વિશ્વની સૌથી ભયાનક પરમાણુ આપત્તિઓમાંની એક ગણવામાં આવે છે. આ અકસ્માત પછી રેડિયોએક્ટિવ રેડિયેશન યુરોપના મોટા ભાગમાં ફેલાયું હતું. જેનાથી લાખો લોકોના જીવન જોખમમાં મુકાયા હતા. કંઈક એવો જ હુમલો રશિયા દ્વારા યુક્રેનમાં આવેલા વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ડ્રોન દ્વારા હુમલો કરાયો હતો.
https://twitter.com/iaeaorg/status/1890290202599633111
યુક્રેનનું કહેવું છે કે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટના કવચ પર એક રશિયન ડ્રોન પડ્યું છે. જોકે, રશિયન ડ્રોન હુમલા પછી પ્લાન્ટનું રેડિયેશન સ્તર સામાન્ય રહ્યું છે. ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવતા કહ્યું કે, પરમાણુ સ્થળોને નિશાન બનાવવું ખતરનાક છે. જોકે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તરફથી હુમલાની પુષ્ટિ બાદ ફાયર સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, આ હુમલો ચેર્નોબિલ પ્લાન્ટના પૂર્વ ચોથા પાવર યુનિટના શેલ્ટર પર થયો, જ્યાં આગ લાગી હતી. જોકે, યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને અત્યાર સુધી રેડિયેશનના સ્તરમાં કોઈ વધારો નોંધવામાં આવ્યો નથી. ડ્રોન હુમલાથી તાત્કાલિક કોઈ મોટી કટોકટી સર્જાઈ નથી. પરંતુ નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં આવા હુમલાઓ ગંભીર રેડિયેશન લીકેજ થઈ શકે છે.
https://twitter.com/ZelenskyyUa/status/1890298176038682905
ઝેલેન્સકીએ ચેર્નોબિલ રિએક્ટર ઉપર બનેલા વિશાળ રક્ષણાત્મક કવચ (સાર્કોફેગસ) ને થયેલા નુકસાનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા. આ કવચ ૨૭૫ મીટર પહોળી અને ૧૦૮ મીટર ઊંચી છે અને આગામી ૧૦૦ વર્ષ સુધી રેડિયેશન લીકેજ અટકાવવા માટે ૧.૬ બિલિયન ડોલરના ખર્ચે બનાવવામાં આવી હતી.