
Ankleshwar news: ભરુચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર શહેરમાં યોગા ટીચર હીના ચૌહાણની હત્યાના ગુનામાં પોલીસે છેવટે તેણીના પતિ દીપક ચૌહાણની અટકાયત કરી ઘનિષ્ઠ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
અંકલેશ્વર શહેર રહેતી યોગા ટીચર હીના ચૌહાણનું દાદર ઉપરથી પડી જતા મોત નિપજ્યાના બનાવ બાદ તેણીના ભાઈએ હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતકના પતિ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન પોલીસે મૃતક ટીચરના પતિ દીપક સામે ચીંધાયેલી શંકાની સોયના આધારે વધુ તપાસ હાથ ધર્યા બાદ તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, પતિના અન્ય મહિલા સાથે લગ્નેતર સંબંધને પગલે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. આ દરમ્યાન મૃતક હીના ચૌહાણ અન્યત્ર ભાડાના મકાનમા રહેવા જતા બંને વચ્ચેનો ખટરાગ વધ્યો હતો અને તે ચરમસીમાએ પહોંચ્યો હતો અને કરુણ અંજામ સુધી પહોંચવા પામ્યો હતો. જોકે આખરે પોલીસે યોગા ટીચર હીના ચૌહાણના આરોપી પતિને જેલભેગો કરી વધુ તપાસ હાથ ધરી છે.