
IPL 2025ની વચ્ચે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાન (Zaheer khan) ના ઘરે ખુશીનો માહોલ છે. તેની પત્ની સાગરિકા ઘાટગે (Sagarika Ghatge) એ પુત્રને જન્મ આપ્યો છે. તેણે પોતે ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી. એટલું જ નહીં, તેણે પોતાના નવજાત બાળકનું નામ પણ જાહેર કર્યું છે. આ કપલની તસવીરો જોઈને ફેન્સ ખૂબ ખુશ છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે.
વર્ષ 2017માં, ઝહીર ખાન (Zaheer khan) એ 'ચક દે ઈન્ડિયા' ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગે (Sagarika Ghatge) સાથે લગ્ન કર્યા હતા. બંને એક પાર્ટી દરમિયાન મળ્યા હતા અને ત્યાંથી તેમની મિત્રતા શરૂ થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.
સાગરિકા એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટો
હવે લગ્નના 8 વર્ષ પછી, બંને માતા-પિતા બન્યા છે. સાગરિકા (Sagarika Ghatge) એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપતા લખ્યું કે, તેમના પુત્રનો જન્મ થયો છે, જેનું નામ ફતેહસિંહ ખાન રાખ્યું છે. વાયરલ થયેલા ફોટોમાં, સાગરિકા (Sagarika Ghatge) ચહેરા પર સ્માઈલ સાથે અને ઝહીર ખાન (Zaheer khan) ના ખભા પર હાથ રાખીને બેઠી છે જ્યારે ઝહીર (Zaheer khan) તેના દીકરાને ખોળામાં લઈને હસતો જોવા મળે છે. બીજી તસવીરમાં કપલે તેમના દીકરાનો હાથ પકડ્યો છે. આ ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ આ કપલને અભિનંદન આપી રહ્યા છે.
ઝહીર ખાન LSGનો મેન્ટર છે
ભારતને ઘણી મહત્ત્વપૂર્ણ જીત અપાવનાર ઝહીર ખાન (Zaheer khan) હાલમાં IPLમાં મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નો મેન્ટર છે. તેની મેન્ટરશિપ હેઠળ, LSGની ટીમે ચાલુ સિઝનમાં 7માંથી 4 મેચ જીતી છે અને 3 મેચ હારી છે.