
Zydus hospital: અમદાવાદ શહેરની અગ્રગણ્ય ઝાયડસ હોસ્પિટલે આરોગ્યક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. થીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ ધરાવતી ઝાયડસ હોસ્પિટલે માત્ર ૩ વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યા છે. જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમી સ્થાપિત કરે છે
મળતી માહિતી અનુસાર, હાલની લાઈફ સ્ટાઈલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા છે. તો તેની સામે ઝાયડસ હોસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લીવરને લગતાં રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે.
ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉ. આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાત ટીમના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડૉ. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડડૉ. મીતા અગ્રવાલા, ડૉ. પરાગસિંહ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોએ પિડિયાટ્રિક દર્દીથી લઈને 70થી પણ વધુ વય ધરાવતાં તેમજ ABO ઈમપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટરી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે. તેની સાથે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. ત્યારે દર્દીઓએ પણ ઝાયડ્સની ટીમનો આભાર માન્યો છે.