Waqf Act Supreme : નવા વકફ કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. કોર્ટમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી આજે દસ અરજીઓ પર સુનાવણી થવાની વાત કહેવામાં આવી હતી. વક્ફ સુધારા કાયદાની માન્યતાને કોર્ટમાં પડકારવામાં આવી છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદા હેઠળ વકફ મિલકતોનું સંચાલન અસામાન્ય રીતે કરવામાં આવશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

