Home / Gujarat / Panchmahal : Two killed, one injured after losing balance on bike on Godhra-Vadodara highway

Panchmahal news: ગોધરા-વડોદરા હાઈવે પર બાઈકથી બેલેન્સ ગુમાવતા બેનાં મોત, એક ઈજાગ્રસ્ત

Panchmahal news: ગોધરા-વડોદરા હાઈવે પર બાઈકથી બેલેન્સ ગુમાવતા બેનાં મોત, એક ઈજાગ્રસ્ત

Panchmahal news: અખાત્રીજના પર્વ પર પંચમહાલ જિલ્લામાં સર્જાયેલા એક અકસ્માતમાં પરિવાર વિખેરાયો હતો.  ગોધરા-વડોદરા હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા બે લોકોનાં મોત થયા હતા. વેજલપુર નજીક બાઈક પર જતા પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં બાઈકસવારે બેલેન્સ ગુમાવતા રોડ પર રહેલા માઈલસ્ટોન સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ઘટનાસ્થળે બે લોકોનાં મોત થયા હતા. અન્ય એક વ્યકિતને સારવાર માટે ગોધરા ખસેડાયો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લામાં આવેલા વેજલપુર પાસે ગોધરા-વડોદરા હાઈવે પર આજે બપોરના સુમારે બાઈકસવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. રસ્તામાં બાઈકનું બેલેન્સ ગુમાવી દેતા બાઈક રોડ પર રહેલા માઈલ સ્ટોનને અથડાતા બાઈક પર સવાર પરિવાર નીચે ફંગોળાઈને પટકાયો હતો. જેમાં પિતા અને તેના નાના પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે એક વ્યકિત ઘાયલ થતા તને ગોધરા સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. 

 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related News

Icon