Home / World : Pakistan: First wife Jemima and sons will come in support of Imran Khan:

Pakistan: ઇમરાન ખાનના સપોર્ટમાં આવશે પહેલી પત્ની જેમીમા અને દીકરાઓ: આંદોલનની તૈયારીઓ!

Pakistan: ઇમરાન ખાનના સપોર્ટમાં આવશે પહેલી પત્ની જેમીમા અને દીકરાઓ: આંદોલનની તૈયારીઓ!

છેલ્લા બે વર્ષથી જેલમાં રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને હવે તેમની પહેલી પત્ની જેમિમા ગોલ્ડસ્મિથનો ટેકો મળ્યો છે. જેમીમા ગોલ્ડસ્મિથે ઇમરાન ખાનને છૂટાછેડા આપ્યાને 21 વર્ષ થઈ ગયા છે, પરંતુ જેમીમાએ બાળકોને તેમના ભૂતપૂર્વ પતિ જે જેલમાં છે તેને મળવા ન દેવાનો વાંધો ઉઠાવ્યો છે. જેમીમા ગોલ્ડસ્મિથ અને ઇમરાન ખાનના લગ્ન 1995માં થયા હતા અને 2004માં અલગ થયા હતા. તેમને બે પુત્રો સુલેમાન ઇસા ખાન અને કાસિમ ખાન છે. જ્યારે જેમીમા અને ઇમરાન ખાનના છૂટાછેડા પછી બંને પુત્રો તેમની માતા સાથે રહે છે. પરંતુ તેઓ ઇમરાન ખાનના સંપર્કમાં પણ હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઇમરાન ખાનના પુત્રોની કરાશે ધરપકડ 

ઈમરાન ખાન છેલ્લા બે વર્ષથી જેલમાં છે, તેથી પુત્રો તેમના પિતા વિશે ચિંતિત છે. એટલું જ નહીં, તેઓ ફોન પર પણ  ઇમરાન ખાન સાથે વાત કરી શકતા નથી. આ ઉપરાંત, તે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહના એક નિવેદન પર વધુ ગુસ્સે થઈ ગઈ, જેમાં કહેવામાં આવ્યું હતું કે પુત્રોની પણ ધરપકડ કરવામાં આવશે. સનાઉલ્લાહે કહ્યું હતું કે જો ઇમરાન ખાનના પુત્રો પાકિસ્તાન આવશે અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે, તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે. જેમીમાએ આનો સખત વાંધો ઉઠાવ્યો છે. તેણે કહ્યું, 'મારા બાળકોને તેમના પિતા ઇમરાન ખાન સાથે ફોન પર વાત કરવાની મંજૂરી નથી. તેઓ લગભગ બે વર્ષથી જેલમાં એકાંત કેદમાં છે.’

 વકીલોને મળવાની પણ મંજૂરી નથી

આ ઉપરાંત, ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને પણ X પર એક પોસ્ટ લખી છે. કાસિમ ખાને લખ્યું છે કે, ‘મારા પિતા ઇમરાન ખાન 700 થી વધુ દિવસથી જેલમાં બંધ છે. તેઓ એકાંત કેદમાં છે. તેમને તેમના વકીલોને મળવાની પણ મંજૂરી નથી. તેમને તેમના પરિવારથી દૂર રાખવામાં આવ્યા છે. તેમને આખી દુનિયાથી અને તેમના બાળકોથી પણ દૂર રાખવામાં આવ્યા છે. તેમના અંગત ડૉક્ટરને પણ તેમને મળવાની મંજૂરી નથી. આ ન્યાય નથી. પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉભા રહેલા વ્યક્તિને તોડવા માટે આ એક સુનિયોજિત કાવતરું છે. તેઓ લોકશાહી માટે લડી રહ્યા છે.’

જેમિમાએ કહ્યું કે પાકિસ્તાની સરકાર કહે છે કે જો ઇમરાન ખાનનો પુત્ર તેના પિતાને મળવા આવશે, તો તેની ધરપકડ કરવામાં આવશે. આ લોકશાહી સરકાર નથી. આ રાજકારણ પણ નથી. આ કોઈની સામે બદલો લેવાની વાત છે. જોકે, રાણા સનાઉલ્લાહ હજુ પણ પોતાના નિવેદન પર અડગ છે. તેમણે કહ્યું કે જો કોઈ હિંસક આંદોલનનું નેતૃત્વ કરવા આવે છે, તો તેની ધરપકડ કેમ નહીં કરવામાં આવે. જો હિંસા ભડકાવવાનો પ્રયાસ થશે, તો તેના પરિણામો ભોગવવા પડશે. આ દરમિયાન, એવા સમાચાર છે કે ઇમરાનનો પુત્ર પીટીઆઈ આંદોલનમાં ભાગ લેવા વોશિંગ્ટન જશે.

Related News

Icon