Home / World : Iran's response to America

VIDEO: ઈરાનનો અમેરિકાને વળતો જવાબ, કતારમાં અમેરિકન એરબેઝ પર 6 મિસાઈલ ઝિંકી

VIDEO: ઈરાનનો અમેરિકાને વળતો જવાબ, કતારમાં અમેરિકન એરબેઝ પર 6 મિસાઈલ ઝિંકી

ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. તેણે કતારમાં અમેરિકન એરબેઝ પર ભયાનક હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાને અમેરિકન એરબેઝ પર છ મિસાઈલો ઝિંકી છે. એવું કહેવાય છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, તેનો અવાજ દોહા સુધી સંભળાયો છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, ઈરાને ઈરાક અને કતરમાં મિસાઈલો ઝિંકી છે. રિપોર્ટ મુજબ, કતારમાં અમેરિકાના અલ ઉદીદ એર બેઝ પર અનેક બેલેસ્ટિક મિસાઈલો ઝિંકવામાં આવી છે. ઈરાકમાં પણ અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કર્યો હોવાના સમાચારો સામે આવ્યા છે. મધ્ય-પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું લશ્કરી મથક કતારમાં આવેલું છે, જેમાં 10,000થી વધુ કર્મચારી હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલા બાત કતારે તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દોહામાં ભાયનક વિસ્ફોટોનો અવાજ સંભળાયા

સૂત્રોના જણાવ્યા મૂજબ ઈરાને અમેરિકાને વળતો જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. તેણે કતાર, કુવૈત અને ઈરાક સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો ઝિંકી છે. કતારની રાજધાની દોહામાં ભાયનક વિસ્ફોટોનો અવાજ સંભળાયા છે. ઈરાન કતારમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરશે, તેવી અટકળો લગાવાઈ હતી, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, કતારે અગાઉ જ અગમચેતીના ભાગરુપે તેના એરસ્પેસ બંધ કરી દીધા છે. અમેરિકાએ પણ પોતાના નાગરિકોને સુરક્ષીત સ્થળે રહેવા કહ્યું છે.

અમેરિકાને હુમલાની આશંકા હતી

એક્સિયોસે એક ઈઝરાયલી અધિકારીને ટાંકીને કહ્યું છે કે, ‘ઈરાને કતાર સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને છ મિસાઈલો ઝિંકી છે. આઉલેટે પહેલા જ સંકેત આપ્યા હતા કે, તેહરાન આવા હુમલાની તૈયારીઓ કરી રહ્યું હતું. અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે, ‘ઈરાનના સંભવિત હુમલાને ધ્યાને રાખી અમેરિકન સેનાએ મિસાઈલ લોન્ચર તહેનાત કરી દીધા છે. અમેરિકન અધિકારીઓને આશંકા હતી કે, તેણે ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો, તેથી ઈરાને અમેરિકન સેનાના સંભવિત હુમલાને ધ્યાને રાખી મિસાઈલ લોન્ચર તહેનાત કરી રાખી છે.

Related News

Icon