Home / India : IRCTC helicopter service in Kedarnath was successful, booking was full within minutes

Char Dham Yatra 2025: કેદારનાથમાં IRCTCને હેલિકોપ્ટર સેવા ફળી, ગણતરીની મિનિટોમાં બુકિંગ થયું ફુલ

Char Dham Yatra 2025: કેદારનાથમાં IRCTCને હેલિકોપ્ટર સેવા ફળી, ગણતરીની મિનિટોમાં બુકિંગ થયું ફુલ

Char Dham Yatra 2025: ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટરથી પણ દર્શન કરવા માટે કેદારનાથ લઈ જવામાં આવે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે, જેવી હેલિકોપ્ટર બુકિંગ સેવાની શરુઆત થઈ તેની પાંચ જ મિનિટમાં 35 હજાર ટિકિટ બુક થઈ ગઈ હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પહેલીવાર ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી સરકારે IRCTC એ હેલિકોપ્ટર ટિકિટ બુકિંગની જવાબદારી આપવામાં આવી છે. અત્યાર સુધી ટિકિટ ફક્ત હેલિકોપ્ટર કંપનીઓ પાસેથી જ બુકિંગ કરાવી શકાતી હતી. મંગળવારના રોજ 12 વાગે હેલિકોપ્ટર બુંકિંગની સેવાની શરુઆત થઈ હતી અને 12: 05 વાગ્યે સ્ક્રીન પર 'નો રૂમ' જોવા મળ્યું હતુ. એટલે કે તમામ ટિકિટો 5 મિનિટમાં બુક થઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે. 

કેટલું રાખવામાં આવ્યું ભાડુ

નોંધનીય છે કે, શ્રદ્ધાળુઓ આ વખતે ચારધામ યાત્રાને લઈને વધુ ઉત્સાહી જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હેલિકોપ્ટર દ્વારા ગુપ્તકાશીથી કેદારનાથનું ભાડુ 8532 રુપિયા છે,  જ્યારે ફાટાથી 6062 રુપિયા અને સિસોથી 6060 રુપિયા પ્રતિ યાત્રી છે. આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા પર કોઈ સમય મર્યાદા રાખવામાં નહીં આવે. આ માહિતી ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ આપી હતી. એટલે કે, આ વખતે એક દિવસમાં જેટલા ભક્તો ઈચ્છે તેટલા દર્શન કરી શકશે.

પ્રવાસ સંબંધિત મહત્ત્વપૂર્ણ જાણકારી 

ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે
કેદારનાથના દરવાજા 2 મેના રોજ ખુલશે
મંગળવારથી હેલિકોપ્ટર બુકિંગની શરુઆત
મે મહિના માટે 38 હજાર ટિકિટ માત્ર પાંચ મિનિટમાં બુક થઈ ગઈ
તમે ત્રણ અલગ અલગ લેન્ડિંગ પેડ પરથી હેલિકોપ્ટર લઈને કેદારનાથ જઈ શકો છો.
ગુપ્તકાશી, ફાટા અને સિરસી હેલિપેડથી હેલિકોપ્ટર લેવું પડે છે.
ગુપ્તકાશીથી કેદારનાથ સુધી હેલિકોપ્ટર દ્વારા ભાડું: 8532 રૂપિયા
ફાટાથી કેદારનાથનું ભાડું 6062 છે.
સિસોથી કેદારનાથનું ભાડું 6060 છે

અત્યાર સુધીમાં આટલા શ્રદ્ધાળુઓએ કરાવી નોંધણી

તમારી જાણકારી માટે કે, 20 માર્ચથી ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 13.53 લાખ યાત્રાળુઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. યાત્રાળુઓ 28 એપ્રિલથી ઓફલાઈન નોંધણી કરાવી શકશે. ઓફલાઈન નોંધણી માટે 60 કાઉન્ટર ઉબા કરવામાં આવશે. આ કાઉન્ટરો પહેલા 15 દિવસ માટે 24 કલાક સેવા પણ પૂરી પાડશે. નોંધનીય છે કે વર્ષ 2024 માં 45 લાખ યાત્રાળુઓની નોંધણી થઈ હતી.

Related News

Icon