
અમદાવાદમાં એક જ દિવસમાં 20 કેસ કોરોનાના નોંધાયા છે. દર્દીઓમાં સામાન્ય તાવ, અને કફના લક્ષણો જોવા મળી રહ્યા છે. કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદની સરકારી હૉસ્પિટલોમાં તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અચાનક કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં ચાલુ માસમાં કુલ 39 કેસો નોંધાયા છે, જે પૈકી હાલમાં 8 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, તો બીજી તરફ 31 એક્ટિવ કેસ છે. જો શહેરના ઝોન વાઈઝ કેસ જોવા જઈએ તો સૌથી વધારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 કેસ અને સૌથી ઓછા કેસ મધ્ય ઝોનમાં એક નોંધાયો છે.
મધ્ય ઝોન - 1કેસ
પશ્ચિમ ઝોન- 7 કેસ
ઉત્તર પશ્ચિમ ઝોન- 10 કેસ
દક્ષિણ પશ્ચિમ ઝોન-2 કેસ
ઉત્તર ઝોન- 2 કેસ
પૂર્વ ઝોન-2 કેસ
દક્ષિણ ઝોન- 10 કેસ
સિવિલ હૉસ્પિટલ તેમજ SVP અને શારદાબેન હૉસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલમાં 1200 બેડની હૉસ્પિટલ તૈયાર છે. ઑક્સિજનની જરૂર પડે તો 20 હજાર લીટરની બે ઑક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પ્રત્યેક સંક્રમિતના ટેસ્ટ જીબીઆરસી-ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે. જ્યાં તેમનામાં કયા વેરિએન્ટ છે, તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ, ડરવાની જરૂર નથી
કોરોનાના કેસ વધતાં આરોગ્ય વિભાગે લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. જરૂર ન હોય તો ભીડભાડવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. શરદી, ખાંસી અથવા શ્વાસ ચડે તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો. તબીબોના મતે, હાલ ગુજરાતમાં કોરોનાના કેસો વધુ નથી અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી.