બૌદ્ધ ધાર્મિક નેતા દલાઈ લામા 90 વર્ષના થવાના છે. એવા અહેવાલો છે કે આ પ્રસંગે તેઓ તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરી શકે છે. જોકે, આ વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ નિષ્ણાતો શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે દલાઈ લામાએ આ રેસમાં કોઈપણ ચીની નાગરિકનું પત્તું કાપી કાઢ્યું છે. હાલમાં, ચીન આ ઘટના પર નજીકથી નજર રાખી રહ્યું છે.

