Home / Gujarat / Ahmedabad : Yellow-Orange alert of rain in these districts for the next 2 days

આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં વરસાદનું યેલો-ઑરેન્જ એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 159 તાલુકા ભીંજાયા

આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં વરસાદનું યેલો-ઑરેન્જ એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 159 તાલુકા ભીંજાયા

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 159 તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ જોડિયામાં 7.17 ઈંચ, મેંદરડામાં 5.7 ઈંચ, અમીરગઢ,માં 5.0 ઈંચ, કેશોદ  4.9 ઈંચ, કાલાવડ 4.6 ઈંચ અને પલસાણામાં 5.6 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ આજે (23મી જૂન) પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજે આ જિલ્લામાં યેલો ઍલર્ટ 

હવામાન વિભાગ અનુસાર, આજે (23મી જૂન) પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

24મી જૂનની આગાહી

24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

25 જૂનની આગાહી 

25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 26 થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે. 

Related News

Icon