ભારતીય હૉકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી પેરિસ ઓલમ્પિકની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ભારતીય ટીમની જીતના હીરો ગોલકીપર પીઆર શ્રીજેશ રહ્યો હતો. શ્રીજેશે શૂટઆઉટમાં શાનદાર બચાવ કર્યો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ગ્રેટ બ્રિટનને શૂટ આઉટમાં 4-2થી હરાવ્યું હતું. 60 મિનિટ સુધી બન્ને ટીમ 1-1ની બરાબરી પર હતી જે બાદ શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો.

હૉકીમાં ક્વાર્ટર ફાઇનલ જીત્યા બાદ ભારતીય ટીમનો ગોલકીપર શ્રીજેશ ભાવુક થયો હતો.

શ્રીજેશે કહ્યું, 'મે ખુદને કહ્યું કે આ મારી અંતિમ મેચ હોઇ શકે છે.તે બાદ મે ગોલ બચાવ્યા તો મને વધુ 2 મેચ રમવા મળશે.આ મેચ જીતીને ઘણો ખુશ છું.'

ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી ગ્રેટ બ્રિટન સામે મેચ જીતી છે. આ શ્રીજેશની અંતિમ ઓલમ્પિક છે. શ્રીજેશે ઓલમ્પિક પહેલા જ સંન્યાસની જાહેરાત કરી હતી.

Icon