દેશના નાગરિકોએ હવે મતદાર ઓળખપત્ર બનાવવા માટે કે પછી તેમાં ફેરફાર કરવા માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે. દેશના નાગરિકોએ વૉટર આઈડી કાર્ડ બનાવવા માટે લાંબી રાહ નહીં જોવી પડે તેમજ ઓફિસોમાં ધક્કા પણ ખાવા નહીં પડે, કારણ કે, ચૂંટણી પંચ (EC)એ મતદાર ઓળખ પત્રને લઈને મહત્ત્વની પહેલ કરી છે. ચૂંટણી પંચે મતદાર ઓળખ પત્રની પ્રક્રિયાને સંપૂર્ણ બદલી નાખી છે. નવા નિયમ મુજબ હવે નાગરિકોને માત્ર 15 દિવસમાં જ નવું અથવા ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ મળી જશે.

