ગુજરાતના સુરતમાં ગુરુ-શિષ્યને લાંછન લગાવતી ઘટના સામે આવી હતી. જેમાં 23 વર્ષીય ટ્યુશન ક્લાસિસના ટીચર 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. જેમાં શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને ગર્ભપાત માટે મંજૂર માગી હતી. કોર્ટે મંજૂરી આપતા સ્મિમેર હોસ્પિટલમાં શિક્ષિકાનું એબોર્શન કરાયું હતું. જ્યારે હવે ભ્રુણનો DNA ટેસ્ટ કરવામાં આવશે.

