વડોદરાના સાવલી તાલુકામાં જર્જરિત બ્રિજની સ્થિતિ ચિંતાજનક બની છે. GSTVના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે, ટુંડાવ, અંજેસર-રાણીયા, બહુથા, મેસરી, કરડ નદી, સાંઢા-સાલ અને સમલાયા-જરોદ રોડ પરના બ્રિજમાંથી કેટલાકમાં પાળીના સળિયા બહાર નીકળી ગયા છે, જ્યારે અમુક બ્રિજ બિસ્માર હાલતમાં છે. આમાંથી ઘણા બ્રિજ દાયકાઓ જૂના હોવાથી તેમનું સ્ટેબિલિટી ચેક જરૂરી છે.

