
CDS અનિલ ચૌહાણે સાવિત્રીબાઇ ફુલે પૂણે યૂનિવર્સિટીના કાર્યક્રમ 'ફ્યૂચર વોર્સ એન્ડ વોરફેર'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમને Operation Sindoorને લઇને મોટો ખુલાસો કર્યો છે.
CDSએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં જ્યાં યુદ્ધ અને રાજનીતિ એક સાથે ચાલી રહ્યા હતા, ત્યારે અમને સારી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ હોવાનો ફાયદો મળ્યો. 10 મેની રાત્રે 1 વાગ્યે પાકિસ્તાન યુદ્ધ હારી ગયું હતું. 48 કલાકની લડાઈ અમે 8 કલાકમાં પૂર્ણ કરી લીધી, પછી તેમણે ફોન ઉઠાવ્યો અને કહ્યું કે તેઓ વાત કરવા ઇચ્છે છે.
https://twitter.com/ANI/status/1929837773336265008
CDS અનિલ ચૌહાણે કહ્યું, 'આપણે પ્રોફેશનલ ફોર્સ તરીકે નુકસાન અને આંચકાઓથી પ્રભાવિત થતા નથી. આપણે આપણી ભૂલો સમજવી જોઈએ અને તેને સુધારવી જોઈએ અને પાછળ ફરીને ન જોવું જોઈએ." તેમણે સ્પષ્ટતા કરી કે યુદ્ધમાં નુકસાન કરતાં પરિણામો વધુ મહત્વ ધરાવે છે. ઓપરેશન સિંદૂર એક યુદ્ધ વ્યૂહરચનાનું ઉદાહરણ હતું જેમાં ગતિશીલ અને બિન-ગતિશીલ યુદ્ધ કુશળતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.