
ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચેની વાટાઘાટો આજે પૂર્ણ થઈ ગઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર સંપૂર્ણપણે બંધ, સમજૂતી થઈ
સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મહાનિર્દેશકો વચ્ચે થયેલી વાટાઘાટોમાં ગોળીબાર સંપૂર્ણપણે બંધ કરવા માટે સંમતિ સધાઈ હતી.
પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઓપરેશન સિંદૂર પછી, વડા પ્રધાન પહેલી વાર લશ્કરી પરાક્રમ અને આતંકવાદ સામે ભારતની કાર્યવાહી પર બોલી શકે છે.
https://twitter.com/ANI/status/1921903364457021915
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના DGએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સેનાએ કહ્યું કે, અમે પાકિસ્તાનના ન્યુક્લિયર સ્થળ કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. સેટેલાઈટ તસવીરમાં સરગોધા સ્થિત મુશફ એરબેઝ પર હુમલો દેખાડાયો હતો, જે કથિત રીતે કિરાના હિલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર સ્ટોરેજ સાથે જોડાયેલો છે. સેનાએ પાકિસ્તાનના કેટલાક ઠેકાણાઓને નિશાન બનાવતા એવી અટકળો શરૂ થઈ હતી કે, સેનાએ પાકિસ્તાનના આ ન્યુક્લિયર પરમાણુ ઠેકાણાને પણ નિશાન બનાવ્યો હતો.
‘અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી’
જ્યારે એર માર્સલ એકે ભારતીને પૂછવામાં આવ્યું કે, શું ભારતે કિરાના હિલ્સ પર પણ હુમલો કર્યો છે? તો તેમણે કહ્યું કે, ‘કિરાના હિલ્સમાં પરમાણુ સ્ટોરેજ છે, તે જણાવવા બદલ આભાર, અમને તેના વિશે ખબર નહોતી. અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. ભલે ત્યાં કંઈપણ હોય... અમે અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં આવું કંઈપણ દેખાડ્યું નથી.’
પાકિસ્તાનના 11 એરબેઝને નિશાન બનાવી નષ્ટ કરાયા
ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન (DGAO) એર માર્શલ એકે ભારતીએ આ વાતની પુષ્ટિક કરી છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના કિરાના હિલ્સ ન્યુક્લિયર ઠેકાણાને નિશાન બનાવ્યા નથી. ભારતે જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનના 11 એરબેઝને ટાર્ગેટ કરી નષ્ટ કરી દીધા છે. તેમાં સરગોધાથી લઈને નૂર ખાન જેવા મુખ્ય સૈન્ય ઠેકાણા સામેલ છે.
‘આપણા તમામ લશ્કરી બેઝ અને સિસ્ટમો સંપૂર્ણપણે કાર્યરત’
તેમણે કહ્યું કે, ‘આપણા તમામ લશ્કરી બેઝ અને સિસ્ટમો સંપૂર્ણપણે કાર્યરત છે અને જરૂર પડશે તો આગામી મિશન માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે જે તસવીરો દેખાડી છે, તે મુજબ તૂર્કેઈના ડ્રોન હોય કે પછી અન્ય કોઈના... અમારી સિસ્ટમ તેને તોડી પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે. ડ્રોનનો સામનો કરવાની આપણી પાસે સ્વદેશી ટેકનોલોજી છે, તે કોઈપણ ટેકનોલોજીને પહોંચી વળવાની ક્ષમતા રાખે છે. તમે તસવીરોમાં તેનું પરિણામ પણ જોયું હશે.’
કિરાના હિલ્સ મહત્ત્વનું કેમ?
સરગોધા એરબેઝથી લગભગ 8 કિલોમીટર દૂર કિરાના હિલ્સમાં બનાવાયેલી અંડરગ્રાઉન્ડ ફેસિલિટી આવેલી છે. લગભગ 70 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી આ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ સંપૂર્ણ પાકિસ્તાન સરકારના કબજામાં છે. આ વિસ્તાર સંપૂર્ણ સુરક્ષિત હોવાનું મનાતું હતું. આ સ્થળ રોડ, રેલ અને હવાઈ પરિવહન દ્વારા સીધું જોડાયેલું છે. પાકિસ્તાનનું આ ગુપ્ત સ્થળ અમેરિકાએ શોધી કાઢ્યું હતું. અમેરિકી સેટેલાઈટે 1990ની આસપાસ પાકિસ્તાન દ્વારા થઈ રહેલો ન્યુક્લિયર ટેસ્ટની તૈયારી પકડી પાડી હતી. જોકે અમેરિકાએ વાંધો ઉઠાવ્યા બાદ પાકિસ્તાને ન્યુક્લિયરનું ટેસ્ટિંગ બંધ કરી દીધું હતું.