Home / India : Emergency declared at Delhi's IGI airport, smoke coming out from Moscow-bound flight

દિલ્હીના IGI એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર, બેંગકોકથી મોસ્કો જતી ફ્લાઈટમાં.... 

દિલ્હીના IGI એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર, બેંગકોકથી મોસ્કો જતી ફ્લાઈટમાં.... 

બેંગકોકથી મોસ્કો જઈ રહેલા એરોફ્લોટ વિમાનને દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ સમયે વિમાનમાં 400થી વધુ લોકો સફર કરી રહ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિમાન નંબર SU273 ના કેબિનમાં ધુમાડો નીકળવાની કારણે વિમાનને ઈમરજન્સી દિલ્હીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેબિનમાંથી નીકળવા લાગ્યો ધુમાડો

રશિયન વિમાન કંપની એરોફ્લોટ સાથે તાત્કાલિક સંપર્ક થઈ શક્યો નથી. સુત્રોએ જણાવ્યું કેસ વિમાન બપોરે આશરે 3.50 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું અને તેમાં 400 થી વધારે લોકો સવારી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ બોઈંગ વિમાન 777-300 ER હતું.

આ પહેલા 21 એપ્રિલે પણ સાઉદી  વિમાન લેન્ડ કરાયું હતું

આ પહેલા 21 એપ્રિલે જેદ્દાહથી આવી રહેલા સાઉદી એરલાઈન્સના એક વિમાનને સાંજે દિલ્હી એરપોર્ટ પર ટાયર પંચર થવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુત્રોએ કહ્યું કે, જેદ્દાહથી દિલ્હી જઈ રહેલા વિમાન નંબર (SV758)માં 300 થી વધુ લોકો સવાર હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

Related News

Icon