Home / India : Karnataka Police registers FIR against cricketer Virat Kohli's pub

IPLની ફાઈનલ પહેલા કોહલી મુશ્કેલીમાં મુકાયો, પોલીસે FIR નોંધી

IPLની ફાઈનલ પહેલા કોહલી મુશ્કેલીમાં મુકાયો, પોલીસે FIR નોંધી

બેંગ્લુરુમાં ક્રિકેટર વિરાટ કોહલીની પબ વન 8 કમ્યૂન (One8 Commune) વિરુદ્ધ કર્ણાટક પોલીસે FIR નોંધી છે. આ પબ બેંગ્લુરુના રત્નમ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે આવેલું છે. કમ્બન પાર્ક પોલીસે વિરાટના આ પબ એન્ડ રેસ્ટોરાં સામે  COTPA એક્ટ (સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદક કાયદા)ના ઉલ્લંઘનનો આરોપ મૂકતાં FIR નોંધી છે. ુેૂ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વન 8 કમ્યૂન સામે અગાઉ પણ કાર્યવાહી થઇ ચૂકી 

વિરાટની આ પબ સામે COTPA એક્ટની કલમ 4 અને 21 હેઠળ કેસ દાખલ થયો છે કેમ કે રેસ્ટોરાંમાં ધૂમ્રપાન માટે કોઇ સ્મોકિંગ ઝોન નથી. કાયદા હેઠળ જાહેર સ્થળોએ ધૂમ્રપાન માટે કડક નિયમો નક્કી કરાયા છે અને વિરાટની પબ દ્વારા તેનું પાલન નહોતું કરાઇ રહ્યું જે ગુનાની શ્રેણીમાં આવે છે.  વન 8 કમ્યૂન સામે અગાઉ પણ કાર્યવાહી થઇ ચૂકી છે.

ગત વર્ષે જૂનમાં પણ તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. બીએમસીએ ડિસેમ્બરમાં રેસ્ટોરાંને ફાયર વિભાગની એનઓસી ન લેવા બદલ નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટની આ પબ એન્ડ રેસ્ટોરાં ચેઈનની બ્રાન્ચ બેંગ્લુરુ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ગુરુગ્રામ જેવા શહેરોમાં પણ છે.

નિયમોના ઉલ્લંધન બદલ કેસ

પબ પર COTPA અધિનિયમની કલમ 4 અને 21 અંતર્ગત કેસ નોંધાયેલો છે. રેસ્ટોરાં માટે કોઈ નો સ્મોકિંગ ઝોન પણ નથી. પબમાં સ્મોકિંગ સંબંધિત જરૂરી નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ ન હોવાથી સુઓ મોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અગાઉ પણ મોકલી હતી નોટિસ

વિરાટ કોહલીના વન 8 કોમ્યુનને અગાઉ 2024માં પણ નોટિસ  ફટકારવામાં આવી હતી. ગતવર્ષે જૂનમાં એફઆઈઆર થઈ હતી. બાદમાં બેંગ્લુરૂ મહાનગર પાલિકાએ પણ ડિસેમ્બર,2024માં રેસ્ટોરાં પાસે ફાયર સેફ્ટી સંબંધિત એનઓસી ન હોવાથી નોટિસ ફટકારી હતી.

Related News

Icon