ગુજરાત હાઈકોર્ટે પોલીસ ગ્રેડ પે આંદોલન દરમિયાન પોલીસ કર્મચારી સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી છે. આ મામલે હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, પોલીસ કર્મચારી હડતાળ કે તોફાન નહોતા કરી રહ્યા. તેમના પર ખાતાકીય પગલા લઈ શકાયા હોત, પણ ફોજદારી કાર્યવાહી કાયદાકીય રીતે યોગ્ય નથી.

