Home / Gujarat / Vadodara : Order to immediately release the other friend in the car

વડોદરાના ચકચારી મચાવનાર રક્ષિતકાંડમાં કારમાં સવાર અન્ય મિત્રને તાત્કાલિક મુક્ત કરવા આદેશ

વડોદરાના ચકચારી મચાવનાર રક્ષિતકાંડમાં કારમાં સવાર અન્ય મિત્રને તાત્કાલિક મુક્ત કરવા આદેશ

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચકચારી મચાવનાર રક્ષિત ચૌરસિયાના હિટ એન્ડ રન કેસમાં સિવિલ જજનો એક આદેશ સામે આવ્યો છે. રક્ષિતકાંડને મામલે નામદાર વધારાના સિવિલ જજ બી.કે.રાવલ દ્વારા આરોપી પ્રાંશુ ચૌહાણની ધરપકડ ગેરકાયદેસર ગણી તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અકસ્માત સમયે પ્રાંશુ પણ રક્ષિત સાથે ગાડીમાં બેઠો હતો

અકસ્માત વેળાએ રક્ષિતે બેફામ રીતે કાર હંકારી હતી ત્યારે પ્રાંશુ ચૌહાણ પણ તે જ ગાડીમાં તેની સાથે બેઠો હતો. કારેલીબાગ પોલીસની ગેરકાયદેર અટકાયત સામે આરોપી તરફે થયેલ રજૂઆત સ્વીકારી સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશને આધીન પ્રાંશુ ચૌહાણને તાત્કાલિક મુક્ત કરવા જણાવ્યું હતું.

શું હતી ઘટના?

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક મિત્ર સાથે કારમાં જતા રક્ષિત ચૌરસિયાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં હેમાલી પટેલ નામના મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ કેસમાં કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

Related News

Icon