ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણા મુદ્દે અમેરિકા ગયેલી ભારતીય પ્રતિનિધિની ટીમ પરત આવી ચૂકી છે. થોડા સમયમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર મુદ્દે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ અમુક મુદ્દાઓ પર વાત અટવાતા અંતિમ સહમતિ થઈ નથી. આ મામલે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ બાદ કૃષિ મંત્રી શિવરાજ સિંહે પણ આડકતરી રીતે અમેરિકાને ચેતવણી આપી દીધી છે કે, 'ભારત કોઈના પણ દબાણમાં આવશે નહીં. પોતાના મૂળ હિતો સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.'

