
Israel vs Hamas War Updates : ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ત્રણ બાળક સહિત ઓછામાં ઓછા 62 ગાઝાવાસીઓ માર્યા ગયા છે. યુદ્ધવિરામની વાતો વચ્ચે પણ ઇઝરાયેલે ગાઝાવાસીઓ પર અવિરત હુમલા ચાલુ રાખ્યા હતા.
7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઈન્ડ ઠાર મરાયાનો દાવો
આ સાથે ઈઝરાયલી સુરક્ષા દળ (IDF) એ દાવો કર્યો છે કે તેણે ગાઝા સિટીના સબરા વિસ્તારમાં એક ટારગેટેડ એરસ્ટ્રાઈકની મદદથી હમાસના ટોચના લીડર હાકમ મોહમ્મદ ઈસ્સા અલ ઈસ્સાને ઠાર માર્યો છે. અલ ઈસ્સાને 7 ઓક્ટોબર 2023ના નરસંહારનો માસ્ટરમાઈન્ડ અને હમાસના સૈન્ય વિંગના સંસ્થાપક સભ્યોમાંથી એક મનાય છે.
શિફા હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા મુજબ શુક્રવારે રાતે શરુ થયેલા હુમલા શનિવારે પણ ચાલુ રહ્યા હતા. તેના લીધે ગાઝા સ્ટેડિયમ નજીકના પેલેસ્ટાઇની શહેરમાં 12ના મોત થયા હતા. આ ઉપરાંત આશ્રય લઈ રહેલા લોકો વિસ્થાપિત થયા હતા.
https://twitter.com/IDF/status/1939026068499001408
આ ઉપરાંત નાસીર હોસ્પિટલમાં 20થી પણ વધુ મૃતદેહો આવ્યા હોવાનું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. શનિવારે ભરબપોરે ગાઝા શહેરની ગલીમાં કરવામાં આવેલા હુમલામાં 11ના મોત થયા હતા. તેમના મૃતદેહ અલ-અહલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પેલેસ્ટાઇનીઓને ગોળી મારવાની છૂટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ગાઝાની પૂરેપૂરી સારસંભાળ લૈવાની તૈયારી કરી રહ્યા છીએ. ઇઝરાયેલના પ્રધાન રોન ડેરમેર આગામી અઠવાડિયે ગાઝા યુદ્ધવિરામ પર મંત્રણા કરવા અમેરિકા આવશે. તેમા ઇરાન અને બીજા વિષયો પર પણ વાતચીત થશે. આ દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તે વાતનો ઇન્કાર કર્યો છે કે તેમના લશ્કરને સહાય લેવા આવતા પેલેસ્ટાઇનીઓને ગોળી મારવાની છૂટ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની હશે તો ચોક્કસ તપાસ કરીશું.