પશ્ચિમ તુર્કીમાં 6.2 ની તીવ્રતા સાથે એક પ્રચંડ ભૂકંપ આવ્યો છે. AFPના અહેવાલ મુજબ, બુધવારે તુર્કીમાં ઇસ્તંબુલ અને આસપાસના વિસ્તારોમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઇસ્તંબુલ નજીક મારમારાના સમુદ્રમાં હતું. કોઈ નુકસાન કે ઈજાના તાત્કાલિક અહેવાલ નથી.

