તમિલનાડુના શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ 19 જૂને યોજાનારી રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતે પાર્ટીએ છમાંથી ચાર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે એક બેઠક મક્કલ નિધિ મય્યમ (MNM) માટે છોડી દેવામાં આવી છે. આ રાજકીય પગલાથી અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસન માટે રાજ્યસભાનો માર્ગ મોકળો થયો છે, જે હવે સંસદના ઉપલા ગૃહમાં પોતાની નવી ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

