ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પાલીતાણાના ઘોડીઢાળ પાસે કાર લઈને જઈ રહેલા 5 શખ્સોની કારને ટક્કર મારી હતી. વીરજીભાઈ સોલંકી, અલ્પેશભાઈ સોલંકી, પ્રકાશભાઈ સોલંકી, વિમલભાઈ સોલંકી અને રવિભાઈ મીઠાપરા કારમાં જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવેલ ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યાર બાદ અન્ય કારોમાં આવેલ લોકોએ હુમલો કર્યો હતો.

